Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામમાં બિમાર ગૌવંશની સેવા માટે 24 કલાક એમ્બ્યુલન્સની સેવા કાર્યરત કરાઇ
ગાંધીધામ | કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ગૌ મૈયા તેમજ નંદીની સેવા કરવા માટે 24 કલાક તત્પર હોય છે. શહેરમાં તેમજ આજુ બાજુના વિસ્તારમાં અકસ્માત થયેલ તેમજ બીમાર ગૌ વંશની સેવા ગૌ એમ્બ્યુલન્સ દ્રારા 24 કલાક કાર્યરત ગૌ શાળામા પહોચાડી સારવાર કરવામાં આવે છે. વધારે બિમાર ગૌ વંશ માટે આઇસીયુની પણ વ્યવસ્થા રાખી છે. જેમા ગૌ મૈયા ની બધીજ સેવા આપવામાં આવેછે , ગૌ માટે ચારો , દવાઓ તેમજ નિભાવ ખર્ચ શહેરના ગૌ પ્રેમી દાતાઓ દ્રારા અવિરત ઉદાર દિલથી ખુલા હાથે મળતો રહે છે એ આપણાં માટે ખુબજ મહત્વની તેમજ ધાર્મિક જાગૃતિ નું ઉદાહરણ પુરુ પાડે છે. મકરસંક્રાંતિ પર્વમાં ગ્રહોનો અસર તેમજ દરેક જાતક ઉપર દ્રષ્ટિ પણ બદલાય છે. આ પર્વમાં શાસ્ત્ર અને પુરાણો પ્રમાણે ગૌ દાન ખુબજ મહત્વનું દાન કહેવાય છે. આગામી દિવસોમાં મકરસક્રાંતિ આવી રહી છે તો સર્વે ગૌ દાતાઓને ઘાસચારો , દવા , ગૌ શાળા નવીન નિર્માણ તેમજ ઍમ્બૂલંસ ખર્ચ પેટે જે કોઈ દાન -પુણ્ય કરવાની ઇચ્છા હોય તેવા દાતાઓ એમનું દાન ઓનલાઇન ચેક તેમજ રોકડ રકમ આપી નોંધવા વિનતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે સંસ્થાના સંચાલકોનો સંપર્ક સાધવા જણાવાયું છે.