તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર નજીક ગેરકાયદેસર રીતે ગેસ પાઇપલાઇન નખાતી હોવાના આક્ષેપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર તાલુકાના મોડવદર, અજાપર અને વરસામેડી રોડ તેમજ ભીમાસર-અંજાર નેશનલ હાઈવે રોડની બિલકુલ બાજુમાં ખાનગી કંપની દ્વારા નિતિ-નિયમો વિરૂધ્ધ એલ.પી.જી. ગેસ પાઈપલાઈન પાથરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ જમીન સંપાદન પણ કરેલ નથી. ત્યારે ખેડુતોને કોઈ પણ જાણ કર્યા વગર, નોટીસ આપ્યા વગર, વળતર આપ્યા વગર, કોઈપણ જાતની પરવાનગી વગર ખાનગી કંપનીએ ગેસલાઈન નાખવાનું કામ ચાલુ કરી દીધો હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક ધોરણે આ થઈ રહેલી કામગીરી બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

ખાનગી કંપની દ્વારા કોઈપણ જમીન સંપાદન કરવામાં ન આવ્યું હોવા છતાં આર એન્ડ બી દ્વારા કઈ રીતે નક્શા અને પ્લાન વગર આ લાઈનનું મંજુરી આપવામાં આવી, રોડ ભવિષ્યમાં પહોળા કરવાની થશે તો પણ આ ગેસ પાઈપલાઈન નડતરરૂપ બને તેમ છે. અંજાર-ભીમાસર રોડ ફોરલેન મંજુર થઈ ગયો છે અને ટુંક સમયમાં જ કામ શરૂ થનાર છે. તો આ રોડની વચ્ચે ગેસ પાઈપલાઈન નાખવાની પરવાનગી કોના દ્વારા આપવામાં આવે છે તે તપાસ કરી તાત્કાલીક કામગીરી બંધ કરાવવી જરૂરી છે.

ઉપરાંત આ ગેસ પાઈપલાઈન નાખવા માટે પોલીસ બંદોબસ્ત પુરો પાડવામાં આવે છે. ત્યારે કોના આદેશથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને શા માટે પોલીસ દ્વારા ખેડુતોને ધાકધમકીઓ કરી ડરાવવામાં આવે છે, તેની પણ તપાસ થવી જરૂરી છે અને મંજુરી વગર પોલીસ બંદોબસ્ત અપાયો હોય તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે, આ ગેસ પાઇપલાઇનનું કામ ગેરકાયદેસરનું હોવાથી કામ બંધ કરવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો