તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mandvi News After Staying In Mumbai For A Long Time Classes Of Mehndi In Maha Nagar 065516

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંબા સમયથી મુંબઇમાં સ્થાયી થઇને મહા નગરીમાં મહેંદીના ક્લાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાંબા સમયથી મુંબઇમાં સ્થાયી થઇને મહા નગરીમાં મહેંદીના ક્લાસ ચલાવતી કોઠારાની બે દીકરીઅો માદરે વતન દેવસ્થાનમાં શીશ ઝુકાવા અાવી હતી અને સ્થાનિકે 480 જેટલી વિદ્યાર્થિનીઅોના હાથે વિનામૂલ્યે મહેંદી મૂકીને અનોખો વતન પ્રેમ દર્શાવ્યો હતો. વતન કોઠારામાં ધાર્મિક કારણોસર અાવેલા ચાર્મીબેન ગોસ્વામી અને પ્રિયંકાબેન ગોસ્વામીઅે પંચાયતી પ્રાથમિક શાળા અને શેઠ ગોકુલ તેજપાલ સ્મારક મહાશાળાની મુલાકાત લઇને 480 જેટલી છાત્રાની હથેળીમાં કલાત્મક મહેંદી મૂકીને કંઇક કરી છૂટ્યાની લાગણી અનુભવી હતી. મૂળ કોઠારાના કાંતિગિરિ ગોસ્વામીના પાૈત્રી અને માંડવીના રંજન હમીરગિરિની દોહિત્રી અેવા અા બંને બહેનો મુંબઇમાં મહેંદીના ક્લાસ ચલાવે છે અને ઇન્ટરનેશનલ અોન લાઇન કોમ્પિટિશનમાં રેંક મેળવી છે. ગરીબ ઘરની દુલ્હનને અનેક વાર કોઇ ચાર્જ લીધા વિના મહેંદી મૂકીને મુંબઇમાં પણ કચ્છીયત ઝળકાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો