તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત ગ્રસ્ત યુવાનો 50 હજારનો મુદ્દામાલ પરત કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ અને આદિપુર વચ્ચે આવતા રોટરી સર્કલ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા આદિપુરના યુવાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં બેભાન હાલતમાં ગાંધીધામ 108 ની ટીમ પ્રાથમિક સારવાર આપી નજીકની ખાનગી હોસ્પિટલ પહોંચાડ્યો હતો સાથે તેમના સબ઼ધીને બેભાન યુવાન પાસેથીમળેલા રૂ.2,000 રોકડ એક સોનાની વીંટી તેમજ જરૂરી દસ્તાવેજ સાથે પર્સ પતચ કરી પ્રમાણિકતાનો દાખલો પુરો પાડી સરાહનિય કામગીરી કરી હતી.

ગત મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં ગાંધીધામ 108 ની ટીમને ફોન આવ્યો હતો કે, ટાગોર રોડ પર અકસ્માત થયો છે. આ ફોન આવતાં 108 ની ટીમના ઇએમટી હરેશભાઇ વાઢેર અને પાયલોટ અમજદખાન મલેક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આદિપુરના 5/બી માં રહેતા 30 વર્ષીય ભરતભાઇ સતાણી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેનેે અડફેટે લેતાં તેને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચવાને કારણે તે બેભાન હતા જેને 108 ની ટીમે જરૂરી પ્રાથમિક સારવાર આપી નજીકની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી 108 ની ટીમને એક પર્સ મળ્યું હતું જેમાં રૂ.2,000 રોકડા , ડ્રાઇવિંગ લાયસન્સ, એક મોબાઇલ તેમજ એક સોનાની વીંટી મળી અંદાજિત રૂ.50,000 નો મુદ્દામાલ મળ્યો હતો જે ઇજાગ્રસ્ત ભરતભાઇના પરિવારજનો આવ્યા ત્યારે રોહનભાઇને સુપરત કરી પ્રમાણિકતા અને માનવતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો