તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકસ્મિક સંજોગોને કારણે દુર્ઘટના બની - જનરલ મેનેજર, ઇટી કંપની

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત રાત્રે 8.30 વાગ્યાના અરસામાં ગેસ લીકેજને કારણે કર્મચારીના મોતની ઘટનામાં ઇટી કંપનીના જનરલ મેનેજર આર.પી.સિંઘને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યા઼ એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં ગેસ સપ્લાય કરવા માટેનો વાલ્વ ...અનુસંધાન પાના નં. 4આવેલો છે જે માત્ર ઓન અને ઓફ કરવા જ જવાનું હોય છે ત્યારે મસતક આશિષ બંધ કરવા ગયો ત્યારે વાલ્વ બરોબર બંધ ન કર્યો હોવાથી આ દૂર્ઘટના બની હોય તેવો અંદાજ લગાવી રહ્યા છીએ અને આ અકસ્માત નહીં પણ આકસ્મીક સંજોગોને કારણે દૂર્ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું. મૃતકનો પરિવાર ગરીબ હોવાને કારણે પરિવાર સાથે ચર્ચા કરી ક્લેઇમ ઉપરાંત રૂ.2,00,000 કંપનીએ તેમને આપ્યા છે અને ભવિષ્યમાં પણ કંપની આ પરિવાર સાથે હશે તેવી ખાત્રી પણ આપી છે.

4 વર્ષમાં આઠના મોત
સામખિયાળીની ઇટી કંપનીમાં અગાઉ પણ આ પ્રકારના બનાવો બની ચુક્યા છે જેમાં ચાર વર્ષમાં આઠ લોકો જીવ ગુમાવી ચુક્યા હોવાનું જણાવી સ્થાનિક લોકોએ કંપની સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરે છે અને કંપનીની

...અનુસંધાન પાના નં. 4બેદરકારીને કારણે જ આ પ્રકારના બનાવ બને છે તેવો આરોપ કરી સ્થાનિક લોકોએ ગાંધીધામમાં લેબર કમિશન કચેરી હોવા છતાં કંપનીઓમાં મજુરોનું શોષણ કરાઇ રહ્યો હોવા છતાં કેમ કડક પગલાં લેવાતા નથી તેવો સવાલ પણ કર્યો છે. આ બનાવ પણ સેફ્ટીના સાધનો ન હોવાને કારણે બન્યો હોવાનો આરોપ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો