તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડોઇ હાઇવે પર 10 જેટલી હોટલના દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હાઇવે પર થઇ રહેલા દબાણો દૂર કરવા અગાઉ કલેક્ટરની હાજરીમાં યોજાયેલી બેઠક પછી જુદી જુદી સૂચના આપવામાં આવીહતી. અંજાર- ખેડોઇ હાઇવે પર 11 જેટલી હોટલો પર તંત્ર દ્વારા હથોડા મારવામાં આવ્યા હતા. જેસીબી સાથે ત્રાટકેલા દબાણ શાખાના કર્મચારીઓએ સવારથી જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, કેટલાક દબાણો સરકારી જમીન પર ન હોવાની ફરીયાદ પણ ઉઠી છે. આ અંગે માપણી પછી સત્ય હકીકત બહાર આવશે. હાલ તો દબાણકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

દબાણનો મુદ્દો સંકલનની બેઠકમાં ચર્ચાયો હતો. જેમાં સૂચના પણ આપવામાં આવી હતી. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. આજ સવારથી જ અંજાર ખેડોઇ હાઇવે પર ચોક્કસ હોટલો જે દબાણમાં જણાતી હતી તેની ઉપર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. અંદાજે 5 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં અધિકારીઓ, કર્મચારીઓ વગેરે જોડાયા હતા.

{અગાઉની મીટિંગમાં દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી

{ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની શક્યતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો