ઘરમાં આવવાની ના પાડતાં આદિપુરમાં બબાલ સર્જાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાં કૌટુંબીક સગાને ઘરમા઼ આવવાની ના પાડ્યા બાદ પરિવારમાં બબાલ સર્જાઇ હતી જેમાં સાત સામે ફરિયાદ દાખલ કરાઇ હતી.

શહેરના વોર્ડ 4-બીમાં રહેતા અમ્રુતબેન રમેશ સથવારાની ફરીયાદને ટાંકીને પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મારામારીનો બનાવ ગઈકાલે બપોર આરસામાં બનવા પામ્યો હતો જેમાં તેમના કૌટુમ્બીક સગા કલ્પેશ મોહન સથવારા તેની સાળી પ્રિતી સાથે ઘરે આવ્યા હતા જેમને ફરિયાદીએ ઘરે આવવાની ના પાડતા મોહન પાંચા સથવારા, કલ્પેશ મોહન સથવારા તથા મેહુલ મોહન સથવારાએ ગાળો આપી ફરીયાદી ના મોટા દિકરા તથા પતિને ધકબુશટનો માર મારી ગયા બાદ બેચર પાંચા સથવારા, ભરત બીજલ સથવારા, દિપક બેચર સથવારા અને અશ્વિન રણછોડ સથવારા પાછળથી તેમના ઘરે બાઇક લઇ આવ્યા હતા અને ફરીયાદીના જેઠ તથા, દિવ્યાંગ પુત્ર મનીષ, નાના દિકરાને ગાળો આપી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે સાત જણા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...