તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકના સારા ભાવ કેમ મળે તે માટે વર્કશોપ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનાર્ડ ફાઉન્ડેશન- અંજારના માધ્યમથી NCDEX દ્વારા કચ્છમાં ખેડુતો દ્વારા ઉત્પાદીત એરંડા, જીરૂ, ધાણા, ગુવાર વગેરેના સારા ભાવ કેમ મળે તે માટે એક દિવસીય વર્કશોપ અંજારમાં એફપીઓની હાજરીમાં રાખવામાં આવ્યો હતો.

શરૂઆતમાં પ્રભાતભાઇએ વર્કશોપનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ NCDEX અમદાવાદથી હાજર રહેલ અનુપમ ચતુર્વેદિએ જણાવેલ કે આજના સમયમાં દરેક ખેડૂત એફપીઓમાં જોડાય અથવા પોતાના એફપીઓ બનાવીને પોતે ઉત્પાદીત કરેલ ખેતપેદાશને વધુ ભાવ કેમ મળે તે દિશામાં વિચારવું જોઇએ. આજે સ્થિતિ એવી છે કે ખેડુત માત્ર ઉત્પાદન તરફ જ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે છે પરંતુ ખેડુત સતત માર્કેટ ઉપર વોચ રાખે, ક્યાં સમયે માલ વેચવો તે શીખવાની જરૂર છે. તેઓએ ઉપસ્થિત વિવિઘ એફપીઓને NCDEX સાથે રહીને એરંડા, જીરૂ, ધાણા વગેરે કોમોડીટીનુ વેચાણ કરી ખેડૂત તે વધારે ભાવ અપાવવા અનુરોધ કર્યું હતું. કલ્યાણભાઇ આહીર, દેવશીભાઇ પરમાર, રણજીતસિંહ અંજાર, ધીરજભાઇ પરમાર, જયોતિબેન ટાંક, રતાભાઇ બાળા, રામજીભાઈ આહિર, છાયાબેન ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...