મોડા ગામમાં દુકાનમાંથી 10 હજારની મત્તા ચોરાઇ

Rapar News - a shopkeeper stole 10000 pieces from a village in moda 072532

DivyaBhaskar News Network

Dec 15, 2019, 07:25 AM IST
રાપર તાલુકાના મોડા ગામમાં ગત રાત્રે 10.30 વાગ્યાના અરસામાં નિશાચરોએ ગામની એક પાનની દુકાન તોડી તેમા઼થી એક મોબાઇલ અને રૂ.10 હજારનું પરચૂરણની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જો કે હજી આ બનાવની આડેસર પોલીસ મથકે માત્ર જાણવા જોગ દાખલ કરાઇ છે.

મોડા ગામમાં રહેતા કિશોર નંદલાલભાઇ સાધુની કૃપા પાન પાર્લર દુકાનના પતરા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ દુકાનમાં રાખેલા બે જિયો કંપનીના મોબાઇલ અને 10 હજારની પરચુરણની ચોરીને અંજામ આપ્યો હોવાની જાણ કિશોરભાઇને સવારે થઇ હતી. તો બીજી તરફ ગામના વિનોદગર ગોસ્વામીએ ઘર પાસે પાર્ક કરેલું બાઇક પણ ચોરાયું હોવાની ઘટના બની છે જો કે હાલ આ બનાવની જાણવા જોગ આડેસર પોલીસ મથકે નોંધાઇ છે.

X
Rapar News - a shopkeeper stole 10000 pieces from a village in moda 072532

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી