તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુન્દ્રામાં અલ્પ વિકસિત માનસિક ધરાવતી વ્યક્તિઓ માટે સેમિનારમાં યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | મુન્દ્રામાં બોલવામાં ખામી તથા અલ્પ વિકસિત માનસિક ધરાવતી વ્યક્તિઓ માટે સાયકોલોજીકલ સેમીનાર તથા કાઉન્સલીંગ વર્કશોપનું આયોજન કરાયું હતુ. ધણી વખત ધણી મનોવૈજ્ઞાનિક તકલીફ તથા બાળમનોરોગો, ઓટીઝમ, બોલવામાં ખામી, ડીપ્રેસન, મેનીયા, ધૂનરોગ, પર્સનાલીટી ડીસઓર્ડર જેવી સ્થિતિને કારણે આ પ્રકારની તકલીફ ધરાવતું બાળક કે વ્યક્તિ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતું નથી. શાળાના અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી તથા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી. ગીતા હોસ્પિટલ ખાતે સાયકોલોજીકલ સેમીનાર તથા કાઉન્સલીંગ વર્કશોપનું આયોજન રોટરી ક્લબ ઓફ મુન્દ્રા તથા ગીતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. રીસોસ પર્સન તરીકે મનોવેજ્ઞાનિક તથા તેમની ટીમ ઉપલબ્ધ રહી હતી. ઉપરાંત ડીસ્લેકીશ્યા તથા અેસઅેલડી ધરાવતા બાળકોના માતા પિતા માટે એક મનોવૈજ્ઞાનિક વર્કશોપનું આયોજન પણ સાથે હાથ ધરાયું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રોટરી પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ તન્ના, નરેન્દ્ર દવે, અતુલ પંડ્યા, હિરેન સાવલા, દિલીપ ગોર, ડો. કુંદન મોદી, ડો. રાહુલ પટેલ, ડો. હર્ષદ દ્વારા વ્યવસ્થા તથા આયોજન હાથ ધર્યું હતું. રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા ઉપસ્થિત ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા અગામી સમયમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિક વર્કશોપ યોજી મોટા પ્રમાણમાં બાળકો તથા વિદ્યાર્થીઓને લાભ આપવા પર ભાર મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો