તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક ચોરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના ચંપકનગરમાં ઘરમાં પાર્ક કરાયેલું રૂ.45,000 ની કીંમતનું બાઇક ચોરી થઇ ગયું હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે. ચંપકનગરના મકાન નંબર 88/1માનં રહેતા 56 વર્ષીય અજય પ્રભુલાલ ઝવેરીની ફરીયાદને ટાંકી પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તા.23 માર્ચના રાત્રે 9.30 થી રાત્રે 10.15 વાગ્યાના આરસામાં તેમણે પોતાના ઘરમાં પાર્ક કરેલું તેમનું રૂ.45,000 ની કિંમતનું જીજે-12-ડીક્યુ-7555 નંબરનું બાઇક કોઇ ઇસમો ચોરી કરી ગયા હતા. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ એએસઆઇ ગોપાલ મહેશ્વરી ચલાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં બાઇક ચોરીના બનાવોએ લોકોમાં ચિંતા જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...