તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામના મોલ પાસે પાર્ક કરેલું નવું બાઇક ચોરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના જુની કોર્ટ રોડ નજીક આવેલા મોલ પાસેથી રૂ.50,000 ની કિંમતનું નવું બાઇક ચોરાઇ ગયું હોવાની ફરીયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. ભારતનગરની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા 38 વર્ષીય નરેન્દ્ર દેવકરણભાઇ પ્રજાપતી અને તેમનો ભત્રીજો ભાવેશ તા.1/1 ના સાંજે જુની કોર્ટ રોડ પાસે આવેલા ક્રોમાના શો-રૂમમાં ખરીદી કરવા ગયા હતા પોતાનું રૂ.50,000 ની કિંમતનું જીજે-12-ડીક્યુ-3846 નંબરનું નવું લીધેલું બાઇક મોલની બહાર પાર્ક કર્યું હતું. મોલમાંથી બહાર નિકળ્યા ત્યારે બાઇક જોવા ન મળતાં જાતે શોધખોળ કરવાના પ્રયત્ન કર્યા પણ આજ દિવસ સુધી ન મળતાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો