તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખનિજના વાહન લઈ ગામમાંથી નિકળે તો મારી નાખવાની ધમકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર તાલુકાના નવાગામ માંથી ચાઇનાકલે અને સિલિકા ભરેલી ટ્રકો પસાર થતી હોવાના કારણે ગામલોકોએ ટ્રકો પસાર ન થાય તે માટે આઈ.જી અને કલેકટરને પત્ર લખી રજુઆત કરી હતી તો બીજી તરફ નવાગામ પાસેથી પસાર થતા ડમ્પરના ચાલકોએ નવાગામના 4 લોકો વિરુદ્ધ નવાગામ માંથી તમારા વાહન લઈને નિકળશો તો જાનથી મારી નાંખશું તેવું કહી ધમકી આપી હોવાની દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નવાગામ પાસેથી ટ્રકો પસાર થતી હોવા બાબતે ગામલોકો અને ટ્રક ચાલકો/માલિકો વચ્ચે લાંબા સમયથી તંગદિલીની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક મહિના અગાઉ ગામલોકોએ ખનીજની ટ્રકો પકડીને પોલીસને સોંપી હતી તેમાંથી કેટલીક ભાગી પણ છૂટી હતી.

હાલન બનાવ અંગે દુધઈ પોલીસ મથકેથી ખીરસરામાં રહેતા ડમ્પર ચાલક ઓસમાણ હાજી બાવાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ આજે સવારે 8 વાગ્યાના અરસામાં જ્યારે તેઓ ચંદ્રાણીથી સિલિકા ભરી ડમ્પર મારફતે ધાણેટી જઇ રહ્યા હતા ત્યારે નવાગામ પાસે પહોંચતા નવાગામમાં રહેતા આરોપીઓ કમા ભીમા રબારી, નારણ ભચા રબારી, ભીખા મેરા રબારીએ ડમ્પરને રોકાવી કહ્યું હતું કે ગાડી અમારા ગામ માંથી નિકડવા નથી દેવાની તેવું કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા તેવામાં ભરત થાવર રબારી આવી પાછળ આવી રહેલા બે ડમ્પરોના ડ્રાઇવરો સાકરાભાઈ રબારી અને દેવજીભાઈ રાવળદેવને ઉભા રાખવી ગાળો આપી તમારા વાહન લઈ ગામ માંથી નિકળશો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. જેથી ડ્રાઇવરો દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો