આદિપુરમાંથી ક્રુઝ કારમાં 12 હજારના દારૂ સાથે એક જબ્બે

Gandhidham News - a jabbe with 12 thousand alcohol in a cruise car from adipur 063052

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:30 AM IST
આદિપુરના વોર્ડ-3/એ માં ઓમ મંદિર પાસેથી પેટ્રોલિંગ કરી રહેલી આદિપુર પોલીસે ક્રૂઝ કારમાં રૂ.12,600 ની કિંમતના ભારતી બનાવટના અંગ્રેજી દારૂ લઇને જતા શખસને પકડી લઇ તેની પાસેથી કાર, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.6,19,670 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ગત રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી આદિપુર પોલીસને બાતમી મળી હતી કે વોર્ડ-3/એમાં ઓમ મંદિર પાસે મુળ રાપરના ધબડા ગામનો હાલે આદિપુરના વોર્ડ નંબર 4/એમાં રહેતો મુકેશ કાનજીભાઇ માલી જીજે-12-એઇ-8893 નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો લઇને જઇ રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી બાતમી મુજબની કારની તલાસી લેતાં કારમાં રાખેલા રૂ.12,600 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 36 બોટલો મળી આવતાં પોલીસે મુકેશની અટક કરી તેની પાસેથી રૂ.6,00,000 ની કિંમતની કાર, રૂ.5,000 ની કિંમતનો મોબાઇલ અને રૂ.2,070 રોકડ મળી કુલ રૂ.6,19,670 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ જથ્થો ક્યાંથી લઇ આવ્યો અને ક્યાં પહોંચાડતો હતો એ તમામ બાબતે તપાસ હેડકોન્સટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. આ કામગીરીમાં પીએસઆઇ એન.કે.ચૌધરી , કોન્સટેબલ પોપટજી સબોસણા,, માલદે વાળા, હીરાભાઇ દેસાઇ અને રણજિત મકવાણા જોડાયા હતા.

X
Gandhidham News - a jabbe with 12 thousand alcohol in a cruise car from adipur 063052

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી