ગાંધીધામમાં હોટલના પાર્કિંગમાંથી બાઇક ચોરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ ખાતે આવેલી એક હોટલના પાર્કિંગમાંથી બાઇક ચોરાયું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

આદિપુરના લેબર કેમ્પ ઝુંપડા ખાતે રહેતા અને ઓસ્લો ગ્રીન પાર્ક નીચે આવેલી જી.કે.એન્ટરપ્રાઇઝમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ભરત હીરજીભાઇ ચંદે ગત બપોરે 12:30 વાગ્યાના અરસામાં ગોકુલ હોટલના ફિલ્ટર રિપેરિંગ માટે ગયા હતા અને રૂ.15,000 ની કિંમતનું જીજે-12-એજી-9829 નંબરનું બાઇક ગોકુલ હોટલના પાર્ક કરી 1:45 વાગ્યાના અરસામાં કામ પુરુ કરી બહાર આવ્યા ત્યારે બાઇક દેખાઇ ન હતી. આસપાસ જાતે શોધખોળ તેમણે કરી પરંતુ ન મળતાં આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...