તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપનાનગર પાસે જીપની ટક્કરથી પિતા સાથે બાઇક પર જતી 5 વર્ષની બાળા ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ સંકુલમાં વાહન વ્વહાર વધવાની સાથે બેફામ થયેલા વાહનવ્યવહારને કારણે રોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગઇ કાલે ટ્રેઇલર અડફેટે કંડલા ઝીરો પોઇન્ટ પાસે બાઇક સવારના મૃત્યુની ઘટના બાદ સપનાનગર અને સુંદરપુરી ત્રણ રસ્તા પાસે બેફામ ગતિએ જઇ રહેલા જીપ ચાલકે આગળ જઇ રહેલા બાઇકને અડફેટે લેતાં પોતાના પિતા સાથે બાઇક ઉપર જઇ રહેલી પાંચ વર્ષની બાળાને ઇજાઓ પહો઼ચી હતી , તો ભારે વાહન વ્યવહાર વચ્ચે ઓસ્લો સર્કલ નજીક જ બે કાર અને બાઇક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારમાં વધુ નુકશાન પહોંચ્યું હતું, જો કે ત્રણે વચ્ચે સમાધાન થતાં આ કેસ પોલીસ મથક સુધી પહોંચ્યો ન હતો.

ગત રાત્રે 11.30 ના આરસામાં સપનાનગર અને સુંદરપુરી ત્રણ રસ્તા પાસે સર્જાયલા અકસ્માત બાબતે સપનાનગર બી-846 માં રહેતા 38 વર્ષીય શંકરભાઇ ખેંગારભાઇ મારાજ (ધોરીયા) ની ફરિયાદને ટાંકી પીએસઓ રીનલબેન બરાડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,તેઓ પોતાની પાંચ વર્ષીય પુત્રી કોમલને લઇ જીજે-12-ડીએચ-3080 નંબરની બાઇક પર જઇ રહ્યા હતા તે દરમીયાન પુરપાટ આવી રહેલા જીજે-01-બીટી-6902 નંબરના જીપ જેવા વાહનના ચાલકે તેમની બાઇકને અડફેટે લેતાં તેમની પાંચ વર્ષની પુત્રી કોમલને પગમાં તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર જીપ ચાલક નાસી છુટ્યો હતો. પોલીસે નાસી ગયેલા જીપ ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો, ગત સવારે પીક અવર્સમાં હમેંશા ધમધમતા રહેતા ઓસ્લો સર્કલ નજીક વહેતા ટ્રાફિક વચ્ચે બે કાર અને એક બાઇક અથડાઇ જતાં એક કારમાં મોજ્ટું નુકશાન પહોંચ્યું હતું, સદ્દભાગ્યે નાની મોટી ઇજાઓ થતાં પણ બચી હતી જેના કારણે આ અકસ્માત પોલીસ મથકે પહોંચ્યો ન હતો.

ટાગોર રોડ પર વાહનોની ગતિ મર્યાદા બાંધો
આદિપુરથી ગાંધીધામ સુધી આખો દિવસ વાહન વ્યવહાર ધમધમે છે, પરંતુ દિવસે દિવસે વધી રહેલા વાહન વ્યવહારમાં આ વાહનોના ચાલકો પણ બેફામ ગતિથી ચાલતા હોય છે જેના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે હવે આ રોડ ઉપર ગતિ મર્યાદા માટે જાહેરનામું પણ બહાર પડી ગયું હોવા છતાં આ દિશામાં કોઇ કામગીરી કરાતી નથી. અતિ સ્પીડના કારણે સર્જાતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા તંત્રએ કોઇ નક્કર કામગીરી કરવી આ સંખ્યા ઘટાડવા પ્રયત્ન કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...