ભચાઉના ફુલવાડી વિસ્તાર માંથી 40 હજારનું બાઇક ચોરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના ફુલવાડી વિસ્તારમાંથી રુ.40 હજારની કિંમતનું બાઇક ચોરાયું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

આ બાબતે ભચાઉ લોહાણા મહાજનવાડી પાસે ફુલવાડી વિસ્તારમાં રહેતા 29 વર્ષીય વેપારી વિશાલ જયંતિભાઇ ઠક્કર (પુજારા)ની ફરીયાદ ટાંકી પીએસઓ અશોક ચૌહાણે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા. 29 માર્ચના રાત્રે તેમણે ઘર પાસે પાર્ક કરેલું રૂ.40,000 ની કિંમતનું જીજે-12-ડીકે-3956 નંબરનું બાઇક કોઇ અજાણ્યા ઇસમો ચોરી ગયા છે.

આ બનાવમાં તપાસ પીએસઆઇ એચ.આર.વાઘેલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...