તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

9/બીમાં માત્ર એક રહિશ માટે રસ્તો બનશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ પાલિકામાં લોકોને સુવિધા મળે તે માટે પગલાં ભરવા જોઇએ તે ભરવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સામાં વાદ વિવાદ થતા હોય છે. એક નગરસેવકના દબાણને કારણે 9/બી વિસ્તારમાં માત્ર એક જ મકાન હોવા છતાં તેને રસ્તાની સુવિધા પૂરી પાડવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને સાડા ત્રણ લાખ રૂપિયા નો ખર્ચ કરવા નું નક્કી કરવામાં આવ્યો હોવાનો ચણભણાટ ઉઠ્યો છે. શહેરના અન્ય કેટલાય વિસ્તારો એવા છે ત્યાં પાકા રસ્તાની સુવિધા માટે શહેરીજનો રજૂઆત કરે છે પણ પાલિકા દ્વારા તેની પર ધ્યાન આપવામાં આવતું નથી.

નગરપાલિકા દ્વારા સુવિધા ઉભી કરવા માટે જે પગલાં લેવામાં આવે છે તેમાં કેટલાક કિસ્સામાં માત્ર કેટલાક લોકોના દબાણને લીધે જ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જે સ્થળે વધુ જરૂરિયાત હોવા છતાં તેની ઉપેક્ષા કરીને અન્ય વિસ્તારો જ્યાં કોઈ નું દબાણ હોય તેને તેની રજૂઆતને ધ્યાનમાં લઇને તેનું કામ કરી દેવામાં આવતો હોવાનું બુમરાડ ઉઠી છે. જો કે, વર્ક ઓર્ડર અગાઉ આપી દીધો હશે તેમ માનવામાં આવી રહ્યું છે. હકીકતમાં પડદા પાછળ પણ વિગત બહાર આવી છે કે એક નગરસેવક દ્વારા દબાણ કરવામાં આવતાં માત્ર એક જ રહીશ માટે આ રસ્તાની સુવિધા પૂરી પાડવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાચી વાત જે હોય તે સત્તાધીશો માટે આ જ બાબત શરમજનક કહી શકાય.

ફરિયાદ છતાં લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી
નગરપાલિકાના નિંભર તંત્ર અને કારણે કેટલીક વખત અવાર-નવાર રજૂઆતો કરવામાં આવતા જ આવ્યા છતાં તેના વિસ્તારના કામો થતાં નથી. ફરિયાદનો નિકાલ કરવા માટે પગલાં ભરવા જોઇએ તે પણ ભરાતા નથી. નોર્થ અને સાઉથ વિસ્તારમાં ગટર ઊભરાવવાની સમસ્યા લાંબા સમયથી ઉદભવી છે. આ બાબતે આ બાબતે રજૂઆત કરીને રહીશો થાકી ગયા છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી તે હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...