ખોડિયારનગર ઝુંપડામાંથી 88 હજારનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના ખોડિયારનગર ઝુંપડા વિસ્તાર અને કિડાણાના ઓમનગરમાં પોલીસે પાડેલા દરોડામાં 1.16 લાખની કિ઼મતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેમાં બન્ને દરોડામાં આરોપી હાજર મળ્યા ન હતા.

એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ભાવિન સુથારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ટ્રાન્સપોર્ટનગર પાસે ખોડિયારનગર ઝુંપડા વિસ્તારમાં રહેતો તૈયબ ઓસમાણ રાયમા વિદેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે દરોડો પાડતાં તેના રહેણાકની સામેના ખુલ્લા પ્લોટમાંથી રૂ.88,800 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 240 બોટલો મળી આવી હતી. આ દરોડા સમયે આરોપી તૈયબ હાજર મળ્યો ન હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તો પૂર્વ કચ્છ એલસીબીએ કિડાણાના ઓમનગરમાં રહેતા દેવજી ઉર્ફે દેવશી વાછીયાભાઇ મહેશ્વરીના મકાનમાં દરોડો પાડી રૂ.11,400 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 750 એમએલની 14 બોટલ તેમજ રૂ.16,800 ની કિંમતના બિયરના 168 ટીન મળી કુલ રૂ.28,000 નો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપી દરોડા સમયે હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...