તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ચના પ્રથમ સપ્તાહે જ 85.95 લાખની વસૂલાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માર્ચ એન્ડીંગના પગલે સરકારી વિભાગો દ્વારા વેરાની વસૂલાત માટે તૈયારી કરવામાં આવી રહી છે. પીજીવીસીએલ દ્વારા બાકી બીલની ઉઘરાણી માટે રોજ 28 ટીમો દ્વારા ગામ્ય અને શહેરી વિસ્તારમાં જઇને વસૂલાત આવે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં 86 લાખની વસૂલાત પીજીવીસીએલને થઇ છે. હજુ સુધી અંદાજે 22899 ગ્રાહકોને 6.78 કરોડ રૂપિયા બાકી બોલી રહ્યા છે.

પીજીવીસીએલ દ્વારા આદિપુર, રામબાગ, ગાંધીધામ, કાસેઝ સબ ડીવીઝનને રિકવરી ઝૂંબેશ શરૂ કરી છે. અગાઉ પણ સારી એવી રકમની વસૂલાત કરવામાં આવ્યા પછી માર્ચના પ્રથમ અઠવાડીયામાં પણ સારી એવી રિકવરી કરવામાં વીજ તંત્રના અધિકારીઓને સફળતા મળી છે. અંદાજે 1967 ગ્રાહક પાસેથી સ્થળ પર જ 85.95 લાખની વસૂલાત કરવામાં આવી છે. 252 ગ્રાહકોએ નાણા ભરવાની ના પાડતા તેમના સર્વિસ મીટર ઉતારી લઇ લાઇટ કનેકશન કટ કરવામાં આવ્યા હતા. તા.8મીના 8 સુધી જોવામાં આવે તો 22899 ગ્રાહકોને 6.78 કરોડની રકમ હજુ વીજ કંપનીના ચોપડે બાકી બોલી રહી છે. વિભાગીય કચેરી દ્વારા ડીસકનેકશન, કલેકશનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર એચ.આર. ખડોદરા અને હિસાબનીસ એન.સી. માંકડે ડીસકનેકશનમાંથી બચવા ગ્રાહકોએ નાણા ભરી દેવા અનુરોધ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો