તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરંદામાં ચારો ખાધા બાદ ઝેરી અસરથી 8 ભેંસના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપર | લખપત તાલુકાના બરંદામાં લીલી જુવાર ખાધા બાદ પાણી પીવાના કારણે ઝેરી અસર થવાથી અાઠ ભેંસના મોત થયા હતા. બનાવના સ્થળે પશુ ચિકિત્સક ધસી અાવ્યા હતા અને મૃત ભેંસના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પશુ ચિકિત્સક ડો. ભાવિક રાજને જણાવ્યું હતું કે, બરંદાના રમધાન જુસબ સમેજાની માલિકીની અાઠ જેટલી ભેંસોઅે મંગળવારના સાંજે લીલી જુવારનો ચારો ખાધા બાદ પાણી પીતાં ઝેરી અસર થવાથી મોતને ભેટી હતી. અા પૈકીની ચાર ભેંસ અઢીથી ત્રણ વર્ષની જ્યારે બાકીની ચાર મોટી હતી. તલાટી તરૂણ જોશીઅે અા બનાવ અંગેની જાણ કરતાં પશુ ચિકિત્સક ધસી સ્થળ પર ધસી ગયા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...