69.27 કરોડ કેવી રીતે ચૂકવશે પાલિકા?

Gandhidham News - 6927 crore how to pay the bribe 062602

DivyaBhaskar News Network

Apr 17, 2019, 06:26 AM IST
નગરપાલિકાને 2001ની વસ્તીને ધ્યાને લઇને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દર મહિને 25 લાખથી વધુ રકમનું બીલ ચડતું જાય છે પરંતુ પાલિકાના પદાધિકારી કે અધિકારીના પેટનું પાણી હલતું નથી. હાલની તારીખે અંદાજે 69.27 કરોડની રકમ પાલિકાએ પાણી પુરવઠા બોર્ડને ચૂકવવાની બાકી છે. આ ચૂકવણી કેવી રીતે અને ક્યારે કરાશે તે અંગે નગરપાલિકા પાસે કોઇ આયોજન જ જણાતું નથી. જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી સ્થાનિક ભંડોળ હિસાબ દ્વારા પાલિકાને 2016-17ના હિસાબ પરના ઓડિટ અહેવાલમાં આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે.

પાલિકાને 2001ની વસ્તીને ધ્યાને લઇને વ્યક્તિ દીઠ પાણીની જરૂરીયાતનું માસિક અને વાર્ષિક અંદાજ તૈયાર કરવામાં આવ્યા ન હતા. જે તૈયાર થયા છ ેતેમાં ફાળવણીની વિગતોની નોંધ સમયાંતરે પાણી પુરવઠા બોર્ડ સાથે બેઠક કરી પાલિકાએ રેકર્ડ નીભાવવું જોઇએ તે થતું નથી. નગરપાલિકા દ્વારા અંદાજે 35થી 40 એમએલડી પાણી હાલના તબક્કે ઉપાડવામાં આવી રહ્યું છે. નર્મદાનું પાણી વિતરણ કરવામાં આવ્યા પછી સ્ટોરેજ કેપેસીટી મુજબ પાણીનંુ વિતરણ થઇ રહ્યું છે. દર વર્ષે અંદાજે 50 લાખ જેટલી રકમ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચૂકવવા માટે નગરપાલિકાને બીલ મોકલવામાં આવે છે. જે બીલ મોકલવામાં આવે છે તેની 50 ટકા રકમ નગરપાલિકા દર મહિને ભરે છે અને જેને લીધે વર્ષે અઢી લાખ જેટલી રકમ ચડતી જાય છે. અત્યાર સુધી 69.27 કરોડની રકમ પાલિકા પાસે પાણી પુરવઠા બોર્ડ માંગી રહ્યું છે. આ રકમ કેવી રીતે અને કઇ પદ્ધતિથી ચૂકવાશે તે અંગે પાલિકા પાસે કોઇ આયોજન ન હોવાથી લોકો પર બોજો વધતો જશે તેમ જણાઇ રહ્યું છે. ઓડિટ અહેવાલમાં પણ આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે. પાણી પુરવઠા યોજના પાણી પુરવઠા બોર્ડ દ્વારા જ્યારથી સંભાળવામાં આવી ત્યારથી ઓડિટ તારીખ સુધી પાણી પુરવઠા બોર્ડ સાથે મેળવણાની કાર્યવાહી કરવામાં આવી નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા રોજ આપવામાં આવતા પાણીનો સ્ટોક, હિસાબ અને બોર્ડ રાખવામાં આવતું નથી. બોર્ડ દ્વારા પાણીની કઇ કઇ સાઇઝની લાઇનમાં કેટલા કલાક પાણી નગરપાલિકાના સમ્પ- ટાંકામાં આપવામાં આવે છે તેનો હિસાબ જરૂર જણાય ટાંકા ઉપર મીટર સિસ્ટમ દાખલ કરી વિગતવાર હિસાબ નિભાવવા કાર્યવાહી કરવા માટે પણ ટકોર કરવામાં આવી છે. જંગી રકમનું દેવુ પૂર્ણ કરવા માટે નગરપાલિકાએ તબક્કાવાર આયોજન કરવા માટે પણ પાલિકાને જણાવાયું છે.

પાણીના દર કેટલા છે?

તા.1-4-87થી 100 લીટરે Rs. 1.5

તા.1-4-88થી 100 લીટરે Rs. 3

તા.1-4-96થી 100 લીટરે Rs.4

સુધારણા : મીટર સિસ્ટમ દાખલ કરવા સૂચન

પાલિકાને પાણી પુરૂં પાડતી લાઇનોમાંથી અન્ય કચેરી, ઉદ્યોગોને પાણી આપવામાં આવતું હોય ત્યાં કનેકશન અલગ કરવા, પાણી પુરવઠા બોર્ડનું ધ્યાન દોરવા કાર્યવાહી હાથ ધરવી જોઇએ. તેમાં વેપારી, ધંધાર્થી, ઉદ્યોગના અલગથી કનેકશનો તારવી સરકારે નક્કી કરેલા દર મુજબ 2, 3 કે 6 ગણી વસૂલી શકાય તે માટે જે તે ધંધાર્થીને આપેલા કનેકશન ઉપર મીટર સિસ્ટમ દાખલ કરવી જોઇએ. ગત વર્ષની ઉપાડશક્તિ જરૂરીયાતને ધ્યાને લઇને તમામ કિસ્સામાં નક્કી થયેલા દરો મુજબ ગણતરી થઇ પાણી વેરાની એન્ડવાસ પ્રર્થા દાખલ કરવા પણ ઓડિટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.

...તો પાણી વિતરણને અસર પડી શકે છે

ઓડીટ વિભાગ દ્વારા કરવામાં આવેલા આકલન મુજબ મહત્વના એક કિસ્સામાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે, મોટી રકમના ચૂકવણા બાકી હોવાથી પાણી પુરવઠો પુરો પાડનાર ગુજરાત વોટર ઇન્ફ્રા લી. દ્વારા આકરા પગલાના ભાગરૂપે જે પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવે તો નગરપાલિકા પાણી વિતરણની જવાબદારી પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે. આવી સ્થિતિનું નિર્માણ થાય તો ગંભીર સ્થિતિ પણ ઉભી થઇ શકે છે. આ વિકટ પરીસ્થિતિને લક્ષ્યમાં લઇને અધિકારીઓ સાથે વાટાઘાટો કરીને પ્રજાના હિતમાં યોગ્ય નિર્ણય લેવા પણ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા પાણીનો પુરવઠો લીધા પછી બીલ 50 ટકા ચૂકવવામાં આવતાં બાકી રહેલી રકમ ભરપાઇ કરવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અગાઉ નગરપાલિકાને ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી છે.

X
Gandhidham News - 6927 crore how to pay the bribe 062602
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી