Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ક્રેડિટ કાર્ડ આપવાના નામે 60 હજારની છેતરપિંડી
વીડી ગામે ફરી એક યુવાન ઓનલાઇન ફ્રોડનો શિકાર થયો હતો. બજાજ ફાયનાન્સનું ક્રેડિટ કાર્ડ આપશુ તેવું જણાવી ઓનલાઇન લિંક મૂકી બે વાર ઓટીપી આવ્યા હતા. જેની વિગત આપતા અન્ય બેંકના ક્રેડિટ કાર્ડ માંથી કુલ 59,998 રૂપિયા ઉપડી જતા પોલીસ ફરિયાદ કરી હતી.
સત્યેન્દ્ર નાનજીભાઈ હડિયાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તા. 24/2ના તેને અજાણ્યા નંબર માંથી ફોન આવ્યો હતો અને બજાજ ફાયનાન્સનું ક્રેડિટ કાર્ડ આપશુ તેવી વાત કરવામાં આવી હતી અને ડોક્યુમેન્ટ માંગી વેરિફિકેશન માટે કોલ આવશે તેવી જણાવ્યું હતું. બાદમાં તા. 26/2ના ફરી ફોન આવ્યો હતો અને ક્રેડિટકાર્ડ અપ્રુવ થઈ ગયું છે. 7 દિવસમાં તમારા ઘરે આવી જશે તેવું જણાવી હું લિંક મુકું છું તેમાં ઓનલાઇન ફોર્મ ભરી નાખજો તેવું જણાવી વોટસએપમાં ઓનલાઇન લિંક મોકલી હતી. જે લિંક ફરિયાદીએ ખોલી ફોર્મ ભરતા એક ઓટીપી આવ્યો હતો જેની વિગત ઓનલાઇન ભરતા ટ્રાન્જેક્શન ફેલ બતાવ્યું હતું. જેથી બીજી વાર ફોર્મ ભરતા ફરી ઓટીપી આવ્યું હતું. જેની વિગત ભરતા બીજી વાર પણ ટ્રાન્જેક્શ ફેલ આવ્યું હતું અને બાદમાં મેસેજ આવ્યો હતો કે 29,999નો ક્રેડિટ કાર્ડ દ્વારા રૂપિયા ઉપડ્યા છે. જેથી અન્ય ક્રેડિટ કાર્ડ વાળી બેંકમાં તપાસ કરતા બે વાર 29,999 એમ કુલ 59,998ની છેતરપિંડી કરી રૂપિયા ઉપાડાયા હતા.