કચ્છની ચાર તાલુકા પંચાયતની પાંચ બેઠક માટે સરેરાશ 52 ટકા મતદાન

Gandhidham News - 52 polling for five seats in kutch39s four taluka panchayat 062014

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST

કચ્છની 4 તાલુકા પંચાયતની 5 બેઠકની પેટા ચૂંટણી માટે રવિવારે યોજાયેલ મતદાનમાં સરેરાશ 52 ટકા મતદાન થયું હતું. અંજારના ટપ્પરમાં સાૈથી વધુ જયારે નખત્રાણા-રમાં સાૈથી અોછું મતદાન નોંધાયું હતું.

ગાંધીધામની અંતરજાળની એક બેઠક માટે અાજે સવારથી જ મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે પક્ષ વચ્ચેના સીધા જંગમાં બે બુથ પર પુરૂષ 1386 અને મહિલા 1157 મળી કુલ 2543 મતદારો નોંધાયા હતા. જે પૈકી પુરૂષમાં 548 અને મહિલામાં 430નું મતદાન થતાં કુલ 9078 મત પડ્યા હતા. જેની ટકાવારી 38.46 ટકા થાય છે. સિધા જંગમાં બન્ને પક્ષોએ જોર લગાવીને પોતાના તરફી મતદાન કરાવ્યું હોવાનો દાવો કરી પોતાના પક્ષના ઉમેદવારનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો અને હવે તા.23મીના રોજ મતગણતરીની કામગીરી તરફ વળ્યા હતા.

ગત રાત્રીએ વરસાદ પડ્યો હોવાથી અને રવિવારે સવારથી જ ભેજ વાળા વાતાવરણ અને બફારા વચ્ચે અંજાર તાલુકા પંચાયતની ટપ્પર બેઠક માટેની પેટા ચૂંટણી માટેનું મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બેઠકમાં આવતા ગામો લાખાપર, ટપ્પર, ગોપાલ નગર અને પશુડામાં મતદાન થયું હતું. કુલ 4780 મતદારો માંથી 3324 મતદારોએ મતદાન કરતા 69.54 ટકા મતદાન નોંધાવ્યું હતું.

નખત્રાણાના વિરાણી મોટીમાં 60 ટકા મતદાન થયુ હતું. પંચાયતઘર બુથમાં 652, કોમ્યુનીટી હોલ બુથમાં 686, બાલમંદીર બુથમાં 884, નાની વિરાણીમાં 256, જતાવીરામાં 410, દેવીસરમાં 577 મળી 5574માંથી 3465 મત પડયા હતા.

નખત્રાણા-ર બેઠક પર 37 ટકા જેટલા કંગાળ મતદાન વચ્ચે ગરમીના લીધે મતદારો નિરુત્સાહી દેખાયા હતા. ભુજના ઝુરામાં 5386 મતદારમાંથી 3347 મતદારે મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાનની ટકાવારી 62.14 ટકા નોંધાઇ હતી. મતગણતરી મંગળવારે હાથ ધરાશે.

X
Gandhidham News - 52 polling for five seats in kutch39s four taluka panchayat 062014
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી