તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરજાળમાંથી બે લાખ રોકડ સાથે 5 ખેલી જબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંતરજાળના રાજનગર વિસ્તારમાંથી આદિપુર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા પાંચ ટ્રાન્સપોર્ટરોને રૂ.2.02 લાખની રોકડ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.તેમજ જુગારીઓ પાસેથી મોબાઇલ ફોન સહિત 2,04,630નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અંતરજાળના રાજનગરમાં હાઇપ્રોફાઇલ જુગાર પર પોલીસે દરોડો પાડીને ખેલીઓના રંગમાં ભંગ પાડ્યો હતો.

આ બાબતે ઇન્ચાર્જ પીએસઆઇ વી.જી.લાંબરિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંતરજાળના રાજનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર અમુક લોકો રમી રહ્યા હોવાની બાતમી મળતી હતી, જેના આધારે પગેરુ દબાવી પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે દરોડા દરમ્યાન જુગારીઓ ધીરજભાઇ સામતભાઇ મ્યાત્રા, વાલાભાઇ નારાણભાઇ મરંડ, કૈલાશભાઇ અરજણભાઇ મ્યાત્રા, કિશોરભાઇ ગગુભાઇ આહીર (કોઠીવાળ) અને શંભુ રાજાભાઇ આહીરને રૂ.2,02,430 રોકડ રકમ અને રૂ.2200 ની કિંમતના ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,04,630ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

પોલીસે તમામ જુગારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. કચ્છમાં પોલીસની કોઇ ધાક જ ન હોય તેમ જુગાર, દારૂ સહિતની બદી દિવસા-દિવસે વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો