તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં સુભાષનગરના બંધ મકાનમાંથી 4.88 લાખની ચોરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના સુભાષનગરમાં રહેતો પરિવાર તા.7/3 થી તા.12/3 સુધી માતા-પિતા સાથે હોળી ઉજવવા ગયો દરમિયાન બ઼ધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ રોકડ અને દાગીના સહિત કુલ રૂ.4.88 લાખની માલમતાની ચોરીને અંજામ આપી દીધો હોવાની ફરીયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મુળ ગાંધીનગરના હાલે ગાચંધીધામના વોર્ડ-8/બી સુભાષ્નગરમાં રહેતા અને વેલ્સપન કંપનીમાં પાઇપ ડિવિઝનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઇ બાબુભાઇ કડીયા પત્નતી ચાર્મીબેન અને બે પુત્રી શ્રીયા અને અનોખી સાથે તા.7/3 ના માતા પિતા સાથે હોળી ઉજવવા અમદાવાદ ગયા હતા. અમદાવાદથી પરત તા.12/3 ના ઘરે આવ્યા ત્યારે મકાનના દરવાજાનું તાળું તૂટેલું અને માત્ર નકુચો વાસેલો જોવા મળ્યો હતો અંદર જઇને તપાસ કરી તો કબાટમા઼ રાખેલી રૂ.20,000 રોકડ રકમ ઉપરાંત રૂ.90 હજારની કિંમતનું સોનાનું સાડાચાર તોલાનું મંગળસૂત્ર, રૂ.50 હજારની કિંમતની અઢી તોલાની બે બંગડીઓ,રૂ.75 હજારની કિંમતની ચાર તોલાની બે સોનાની ચેઇન, 80 હજારની કિંમતનું ડાયમન્ડનું 18 કેરેટનું બ્રેસલેટ, રૂ.20 હજારની કી઼મતની 1 તોલાની લકી, રૂ.20 હજારની કિંમતનું ડોકિયું, રૂ.21 હજારની કિંમતના પગના ચાચંદીના છડા, સહિત કુલ રૂ.4,88,000 ની કિ઼મતની માલમત્તાની ચોરી થઇ હોવાનું જાણમા મળ્યું હતું. એ-ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો