તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુંદરપુરીમાં મતદાર યાદીમાં 400 નવા ફોર્મ ભરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મતદાર યાદીની સુધારણાની કાર્યવાહી ચાલી રહી છે. બીએલઓ દ્વારા જે તે વિસ્તારોમાં જઇને બુથ પર રહી નવા નામ ઉમેરવા, કમી કરવા કે સુધારવા સહિતની કામગીરીમાં લાગ્યા છે. રાજકીય પક્ષોના કાર્યકરો પણ પોત પોતાના વિસ્તારોમાં પોકેટ મત વધુ મજબુત થાય તે દિશામાં અને કોઇના નામ બાકી ન રહે તે માટે તથા મતદાનનો અધિકાર ધરાવનાર મતદારથી વંચિત ન રહે તે માટે ચિંતીત બન્યા છે. સુંદરપુરી વિસ્તારમાં મતદાર યાદીની ચાલતી સુધારણાની કામગીરીમાં 400 જેટલા નવા ફોર્મ ભરાવવામાં આવ્યા છે. લતીફ ખલીફા અને જગદીશ ગઢવીની ટીમ મતદાર યાદીમાં નામ નોંધાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. તા.12મી જાન્યુઆરી યાદીમાં નામ દાખલ કરવાની છેલ્લી તારીખ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો