તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ ઓક્ટ્રોચોકી વિસ્તારમાં 4 દુકાનોના તાળા ગાયબ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચિભડચોરોનો ત્રાસ વધ્યો છે. જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાવાની સાથે પોલીસની નિષ્ક્રિયતા પ્રત્યે રોષ ફેલાયો છે.

આ અંગે મળતી વિગતો મુજબ અંજારના ભુજ ઓક્ટ્રોચોકી વિસ્તારની 4 દુકાનોમાં એક સાથે ગત રાત્રે ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ આ દુકાનો માંથી ચિભડચોરોને રોકડ હાથે ન લાગતા દુકાનોના તાળા લઈને ફરાર થઈ ગયા હતા. તો ગઈ કાલે શહેરની લક્ષ્મી ટોકીઝ પાસેની ચાની કેબીન માંથી ચિભડચોરો દ્વારા 200 રૂપિયા રોકડ તેમજ કેબિનમાં જ નાસ્તો કરી ફરાર થયા હતા.આ તમામ બનાવો પૈકીનો એકેય બનાવ પોલીસ ચોપડે નોંધાયો નથી પરંતુ પોલીસની નિષ્ક્રિયતાના લીધે વેપારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો