તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામખિયાળીમાંથી 13 હજારની રોકડ સાથે 4 જુગારી પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળીના તળાવ પાસેની બાવળની ઝાડીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર જુગારીઓને પોલીસે રૂ.13,900 રોકડ સાથે પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે સામખિયાળી પોલીસ મથકના પીએસઆઇ આર.જે.સિસોદિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સામખિયાળી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી મુજબ સામખિયાળીના તળાવ પાસેની બાવળની ઝાડીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા સુરેશ લાધુભાઇ મારાજ, કાનજી તમાચીભાઇ કોલી, રામજીભાઇ વજુભાઇ આહિર અને કાનજીભાઇ કરશનભાઇ કુંભારને રોકડા રૂ.13,900 સાથે પકડી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ સાથે ભુપેન્દ્રસિંહ જાડેજા, મુકેશ સાધુ, કિશોર ડોડિયા, ભરત જાદવ, મહેન્દ્ર સોલંકી સહિતની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો