તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીના સમુદ્રમાં પરવાનગી વિના દોડતી 4 બોટ જપ્ત કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના બીચમાં તંત્રની પરવા કર્યા વિના દોડતી ચાર સ્પીડ બોટ પર જવાબદારોની નજર પડતાં તેને જપ્ત કરીને પોલીસને સોંપાઇ હતી. જો કે, હજુ પણ પરવાના વિના કેટલીક બોટ પ્રવાસીઅોના જીવના જોખમે દોડી રહી છે તેના સામે કાર્યવાહી ક્યારે કરાશે તેવો સવાલ જાગૃત લોકો કરી રહ્યા છે.

મંગળવારના સાંજે સાત વાગ્યાના અરસામાં મુન્દ્રાના અેસડીઅેમ અેસ.કે.વરસાણી તેમની ટીમ સાથે પગપાળા સમુદ્ર તટે અાવ્યા હતા અને ચેકિંગ હાથ ધરીને ચાર બોટ જપ્ત કરી હતી. માંડવી મામલતદાર અાર.બી.ડાંગી, ડી.બી.રાણા, ટી.અેચ.વ્યાસ, પોલીસ ઇન્સ્પેક્ટર અેમ.અે.જલુ અા કાર્યવાહીમાં જોડાયા હતા. દરમિયાન બોટ સંચાલકોઅે પરવાના રજૂ કર્યા હતા જે સંતોષકારક ન જણાતાં બોટ જપ્તી સાથે પંચનામુ કરાયું હતું.

પ્રવાસીઅોને વીમાનું કવચ અાપ્યા વિના વોટર સ્કૂટર, સ્પીડ બોટ, બમ્પર બોટ, બનાના બોટ તેમજ ડે ઝેડ બાઇક બિન અધિકૃત રીતે સાગરમાં દોડાવાય છે ત્યારે માત્ર ચાર બોટ સામે કાર્યવાહી કરીને બાકીના સામે અાંખ અાડા કાન કરાયા હોવાનું ચિત્ર સપાટીઅે અાવ્યું હતું.

હાલે 22 જેટલી સ્પીડ બોટમાંથી માત્ર 5 પાસે મંજૂરી છે. 4 બોટ સંચાલકો સામે પગલાં ભરાયા છે ત્યારે બાકીની બોટ સામે ક્યારે કાર્યવાહી કરાય છે તેના પર જાગૃત નગરજનો મીટ માંડી બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...