તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘હવે લાગે છે કે અમે પણ નાગરિક બની શકીશુ’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતીની મોહર લાગતા નાગરિક સંશોધન બીલ દેશમાં કાયદો બની ગયો છે. આ બીલને લઈને દેશભરમાં વિવિધ મતાંતરો અને વિવાદ પણ સર્જાઈ રહ્યા છે, પરંતુ તેની બીજી તરફ કચ્છમાં વર્ષોથી ભારતીય નાગરીકતા મળવાની રાહ જોતા રહેલા પાકિસ્તાનથી આવેલા લોકોમાં ખુશી અને આશાનો કિરણ પેદા થઈ છે. ગાંધીધામમાં મેઘવાળ સમાજના 200થી વધુ લોકો રહે છે જેમની આંખોમાં વર્ષો બાદ ફરી ચમક અને ચહેરમાં હાસ્ય જોવા મળ્યુ હતુ.

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ (કેબ) બીલ સંસદમાંથી પાસ થયાના સમાચાર આવ્યા ત્યારે વ્રુદ્ધોની આંખો ભીની હતી અને બાળકો ચીચીયારીઓ પાડી રહ્યા હતા. કોઇ 15 તો કોઇ 18 વર્ષથી ભારતદેશના નાગરીક બનવાની રાહ જોઇ રહ્યું હતુ. અનેક પ્રયાસો છતા તે શક્ય નહતું બનતું ત્યારે હવે આ નવા કાયદાથી તેમના જીવનમાં પરિવર્તન આવશે તેવો આશાવાદ જન્મ્યો છે. જીવનરામ સોલંકી અને અશોકકુમાર સોલંકી તેમના કુંટુબજનો સાથે 2004માં પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા. પાક. ના સિંધ વિસ્તારમાં આવેલા હૈદરાબાદ શહેરમાં તેઓ રહી મજુરી કામ કરી પોતાનું જીવન ગુજારતા હતા. પણ રોજે રોજ થતા ધર્મ આધારીત ભેદભાવ અને કનડગતથી કંટાળીને અંતે ભારત આવી જવાનો નિર્ણય કર્યો અને વીઝા મેળવીને વાઘા બોર્ડરથી દેશમાં પ્રવેશ કર્યો. શરુઆતમાં અમદાવાદ રહ્યા અને ત્યારબાદ ગાંધીધામના સુંદરપુરીમાં નાનુ ઘર ભાડે લઈને વસ્યા. અહિ અગાઉથી રહેતા સગા સબંધીઓએ શક્ય તે મદદ કરી પણ છતાંય જેટલુ હતુ તે તમામ પાકિસ્તાનમાં મુકિને પરિવાર સાથે ભારત આવી ગયેલા લોકોને નવેસરની જીવન શરુ કરવાનો પડકાર હતો. તેમનું કહેવુ છે કે ભારતમાં આવીને અહિ મળેલી સલામતી અને આઝાદીએ ખુશી અને હિંમત આપી, જેના કારણે છુટક મજુરી કરીને પણ આજે તેવો ખુશહાલ જીવન જીવે છે અને ગુજરાન ચલાવે છે. નિયમાનુસાર 14 વર્ષે સુધી કોઇ અન્ય દેશના આશ્રિત ભારતમાં રહે તો તે નાગરીકતા મેળવવાની પાત્રતા ધરાવે છે. પરંતુ તેનાથી પણ ઘણા વધુ વર્ષો વીતી ગયા હોવા છતાં હજી સુધી તેમને નાગરીકતા મળી નથી. આ બીલ અંગે ખુશી વ્યક્ત એકજ કુંટુંબના 50જેટલા મેઘવાળ સમાજના લોકો કહે છે કે હવે અમને વિશ્વાસ બંધાયો છે કે અમારુ અને અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષીત થઈ શકસે. આમાના ઘણા દંપતીઓએ એવા છે કે જેમા પતિને નાગરીકત્વ મળી ગયુ છે, પરંતુ પત્નીને અને બાળકોને નથી મળ્યુ.

બે દશકાથી નાગરિકતાની રાહ જોતા કુટુંબમાં ખુશહાલી
કચ્છ સરહદી વિસ્તાર હોવાથી અહીં રહેવાની પરવાનગી નથી મળતી
નાગરીકતા ન મળતા દર બે વર્ષે વીઝાના રીન્યુની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે, તેમાંય સગા સબંધીઓ કચ્છમાં હોવાથી તેમની સાથે આવીને રહેવામાં અનેક નિતી નિયમો નડે છે. સિધુ કચ્છમાં રહેવાની પરવાનગી સરહદી જિલ્લો હોવાથી નથી મળતી. તેમને અમદાવાદ કે અન્ય મોટા શહેરોનાજ વીઝા મળે છે.

આપ્તજનોને ગુમાવ્યા, હત્યાઓ થઈ, જેથી અહીં આવવા સિવાય કોઇ વિકલ્પ ન હતો
પાકિસ્તાનમાં તેમના પર વિતેલી યાતનાઓની વાત કરતા આજે પણ આશ્રીતોની જીભ થોથવાય છે અને તેમનું બોલેલુ વાક્ય ક્યાંક તેમનીજ રાહનો રોળો ન બની જાય તેવો ભય તેમની આંખોમાં સ્પષ્ટ વાંચી શકાય છે. નામ ન કહેવાની શરતે એક યુવાને કહ્યું કે તેમના કાકાને પાકિસ્તાનમાં સરકારી નોકરી મળી જતા ઈર્ષાળુ અંતિમવાદી વિચારધારા ધરાવતા તત્વોએ તેને ગોળીએ ધરબીને હત્યા નિપજાવી દીધી હતી. બધાને ખબર હતી પણ કોઇ કાર્યવાહિ ન થઈ. જાહેરમાં રીતી રીવાજોને કે તહેવારોને ઉજવવામા પણ સતત પરેશાની કરાતી હતી. કટ્ટરતા ભરેલા માહોલમાં રોજ કઈ રીતે જીવી શકાય?

અન્ય સમાચારો પણ છે...