‘નેબેટ’ માન્યતા પ્રાપ્ત જિલ્લાની પ્રથમ શાળાનું બહુમાન નાનાકપાયાને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના નાનાકપાયા સ્થિત અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી પબ્લિક સ્કૂલને ‘નેબેટ’ માન્યતા પ્રાપ્ત થતાં 2001માં શરૂ કરાયેલી અા શાળા અાવી સિદ્ધિ મેળવનારી કચ્છની પ્રથમ સ્કૂલ બની છે.

ક્વૉલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણની ગુણવત્તાને આધારે શાળાના મેનેજમેન્ટને નેશનલ અેક્રેડિશન બોર્ડ ફોર અેજ્યુકેશન અેન્ડ ટ્રેઇનિંગ - નેબેટની માન્યતાથી નવાજે છે. ગત 27-28 ડીસેમ્બર અને 17-18 ફેબ્રુઆરીના રોજ નેબેટનું મૂલ્યાંકન કરવા ક્યુસીઅાઇ તરફથી આવેલા સહાયકો દ્વારા શાળાઓની કાર્યપ્રણાલીની સમીક્ષા કરવામાં આવી હતી અને તેને અનુલક્ષીને અદાણી પબ્લિક સ્કૂલને સર્વશ્રેષ્ઠ માન્યતા આપવામાં આવી હતી.

આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન અદાણી, ડાયરેક્ટર વસંત ગઢવી અને એજ્યુકેશન હેડ જ્યોર્જ થોમસે સમસ્ત ટ્રસ્ટીગણ અને શાળા પરીવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...