તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરહાજર નગરસેવકોના સભ્યપદ રદ કરવા 29મીઅે કલેકટર દ્વારા સુનાવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકાની ખાસ અને સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતા નલીયા દુષ્કર્મ કાંડ પૈકીના બે આરોપી સભ્યો સામે સભ્યપદ રદ કરવા માટે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

નિયમ મુજબ સભામાં મંજુરી વગર ગેરહાજર રહેતા સભ્યોને સભ્યપદથી દુર કરી શકાય તે હેતુથી કરવામાં આવેલી રજુઆત પછી 39 (2) હેઠળ કલેકટરને સત્તા હોવાથી ગાંધીધામ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફીસર દ્વારા રીપોર્ટ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ વિવાદમાં કલેકટર દ્વારા આગામી તા. 29મીના રોજ સુનાવણી રાખી હોવાની વિગતો મળી રહી છે.

નગરપાલિકામાં સતત ભાજપનું શાસન છે. વર્ષોથી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. આ વખતે પણ 45 જેટલા સભ્યો ભાજપના ચુંટાયા હતા અને વિપક્ષના 7. દરમ્યાન વોર્ડ નં. 4 માં વસંત ભાનુશાળી અને વોર્ડ નં. 11 માં અજીત રામવાણી ભાજપના બેનર હેઠળ ચુંટાયા હતા.

ત્યારબાદ નલીયા દુષ્કર્મકાંડ હેઠળ બંનેની સંડોવણીની ફરિયાદ ઉઠી હતી અને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પછી જીલ્લા ભાજપ દ્વારા બંનેને ભાજપમાંથી દુર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપના બેનર હેઠળ ચુંટાયેલા આ બંને સભ્યોએ બીજી તરફ જોવામાં આવે તો ત્યારબાદ યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભા અને ખાસ સભામાં નિયમ મુજબ સભ્યોએ હાજરી આપવી જોઇએ. પરંતુ પ થી વધુ આવી સભાઓમાં બંને સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભ્યોની ગેરહાજરીના મુદે વિપક્ષ દ્વારા ચીફ ઓફીસરને રજુઆત કરવામાં આવી હતી. તત્કાલીન ચીફ ઓફીસર નીતીન બોડાત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આખરે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

અંદાજે દોઢ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી આ કવાયતમાં ચીફ ઓફીસર પાસે અહેવાલ માંગવામાં આવતા ચીફ ઓફીસરએ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે તે મુદે સઘળો રીપોર્ટ કર્યો હતો. દરમ્યાન સુત્રોમાંથી મળતી માહીતી મુજબ જીલ્લા કલેકટર દ્વારા 5 સભામાં ગેરહાજરીના મુદે કલમ 39 મુજબ સુનાવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે આગામી તા. 29મીના રોજ સાંજે 5 કલાકે કલેકટર કચેરીએ સુનાવણી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

રાજકીય દબાણથી પગલાં ભરાતા ન હતા ?
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ નિયમ તમામને લાગુ પડે પરંતુ એક યા બીજા કારણોસર રાજકીય દબાણના કારણે બંને સભ્યોને ભાજપમાંથી દુર કરી દેવામાં આવ્યા છતાં સભ્યપદ ચાલુ રહ્યું હતું. તેવા સંજોગો વચ્ચે કોઇ દબાણના કારણે તેમની સામે કોઇ કાર્યવાહી હાથ ધરાતી ન હતી. હવે આગામી દિવસોમાં શું થાય છે તેની ઉપર પણ મીટ મંડાણી છે.

પાલિકાના રાજકારણમાં ગરમી
સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અવારનવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. દરમ્યાન એક સમયે તો ભાજપમાંથી દુર કરવામાં આવેલા સભ્યો દ્વારા પાલીકાના રેકોર્ડ પર રજાની માંગણી કરવામાં આવી હતી તેમાં કમળના સીમ્બોલ વાળા લેટરપેડનો ઉપયોગ પણ કરવામાં આવતા વિપક્ષએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.ગાંધીધામ નગરપાલિકાની ખાસ અને સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતા નલીયા દુષ્કર્મ કાંડ પૈકીના બે આરોપી સભ્યો સામે સભ્યપદ રદ કરવા માટે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી.

નિયમ મુજબ સભામાં મંજુરી વગર ગેરહાજર રહેતા સભ્યોને સભ્યપદથી દુર કરી શકાય તે હેતુથી કરવામાં આવેલી રજુઆત પછી 39 (2) હેઠળ કલેકટરને સત્તા હોવાથી ગાંધીધામ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફીસર દ્વારા રીપોર્ટ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી ચાલતા આ વિવાદમાં કલેકટર દ્વારા આગામી તા. 29મીના રોજ સુનાવણી રાખી હોવાની વિગતો મળી રહી છે.

નગરપાલિકામાં સતત ભાજપનું શાસન છે. વર્ષોથી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. આ વખતે પણ 45 જેટલા સભ્યો ભાજપના ચુંટાયા હતા અને વિપક્ષના 7. દરમ્યાન વોર્ડ નં. 4 માં વસંત ભાનુશાળી અને વોર્ડ નં. 11 માં અજીત રામવાણી ભાજપના બેનર હેઠળ ચુંટાયા હતા.

ત્યારબાદ નલીયા દુષ્કર્મકાંડ હેઠળ બંનેની સંડોવણીની ફરિયાદ ઉઠી હતી અને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પછી જીલ્લા ભાજપ દ્વારા બંનેને ભાજપમાંથી દુર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપના બેનર હેઠળ ચુંટાયેલા આ બંને સભ્યોએ બીજી તરફ જોવામાં આવે તો ત્યારબાદ યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભા અને ખાસ સભામાં નિયમ મુજબ સભ્યોએ હાજરી આપવી જોઇએ. પરંતુ પ થી વધુ આવી સભાઓમાં બંને સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભ્યોની ગેરહાજરીના મુદે વિપક્ષ દ્વારા ચીફ ઓફીસરને રજુઆત કરવામાં આવી હતી. તત્કાલીન ચીફ ઓફીસર નીતીન બોડાત દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આખરે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

અંદાજે દોઢ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી આ કવાયતમાં ચીફ ઓફીસર પાસે અહેવાલ માંગવામાં આવતા ચીફ ઓફીસરએ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે તે મુદે સઘળો રીપોર્ટ કર્યો હતો. દરમ્યાન સુત્રોમાંથી મળતી માહીતી મુજબ જીલ્લા કલેકટર દ્વારા 5 સભામાં ગેરહાજરીના મુદે કલમ 39 મુજબ સુનાવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે આગામી તા. 29મીના રોજ સાંજે 5 કલાકે કલેકટર કચેરીએ સુનાવણી શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...