ટ્રક, બે મોબાઇલ અને સિંગદાણાની બેગ સહિત 28 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

Gandhidham News - 28 lakhs including trucks two mobile and singh bag were captured 062015
Gandhidham News - 28 lakhs including trucks two mobile and singh bag were captured 062015

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
ક્રાઇમ રિપોર્ટર.ગાંધીધામ

ભચાઉ તાલુકાના વોંધ પાસેથી પોલીસે ટ્રકમા઼ સિંગદાણાની આડમાં લઇ અવાતા રૂ.11,06,700 ની કિંમતના ભારતીય બનાવટના શરાબ સાથે એક જણાને પકડી લીધો હતો જ્યારે એક ફરાર થયો હતો. પોલીસે ટ્રક, સીંગદાણાની બેગ, બે મોબાઇલ અને તાલપત્રી સહીત કુલ રૂ.28,00,200 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે ભચાઉ પોલીસ મથકના પીઆઇ ભાવિન સુથારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે વોંધ નજીક વોચ ગોઠવી હતી તે દરમીયાન બાતમી મુજબના આરજે-46-જીએ-2847 નંબરની ટ્રક પસાર થતાં તેને રોકી ટ્રકમાં ઝીણવટભરી તપાસ કરતાં સીંગદાણાની બેગ નીચે રાખેલા રૂ.11,06,700ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 750 એમએલની 2784 બોટલ અને 500 એમએલના બિયરના 1200 ટીન મળી આવતાં રાજસ્થાન બાડમેરના 24 વર્ષીય અસલારામ ભોમારામ ગોરસિયા (ચૌધરી)ને પકડી લીધો હતો જ્યારે ચાલક મોહનારામ ભેમારામ ગોરસિંયા (ચૌધરી) નાસી ગયો હતો. પોલીસે રૂ.6,82,500 ની કિંમતની સિંગદાણાની 175 બેગ, રૂ.10,00,000 ની કિંમતનો ટ્રક, રૂ. 10,000ની કિંમતના બે મોબાઇલ અને રૂ.1,000 ની કિંમતની તાડપત્રી સહીત કુલ રૂ.28,00,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીની પુછપરછ આદરી હતી.પીઆઇ સુથારે આ બાબતે વધુ વીગતો આપતાં જણાવ્યું હતું કે, આ શરાબનો જથ્થો રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાઇ રહ્યો હતો. આ કામગીરીમાં ભચાઉ ના પીઆઇ સાથે પીએસઆઇ અેમ.કે.ચૌધરી અને ટીમ જોડાઇ હતી.

વોંધ પાસેથી 11.06 લાખના શરાબ સાથે એક પકડાયો, એક ફરાર

મોબાઇલના આધારે તપાસ કરાશે

ભચાઉ પોલીસે વોંધ પાસેથી રાજસ્થાનથી સિંગદાણાની આડમાં ગાંધીધામ લઇ જવાઇ રહેલા શરાબના જથ્થા સાથે એકને પકડ્યો છે જેની પુછપરછ કરાશે, તો જે ટ્રક ચાલક નાસી ગયો છે તે મોહનનો મોબાઇલ ટ્રકમા઼થી મળી આવ્યો છે જેની ડિટેઇલ કઢાવી આ શરાબનો જથ્થો ગાંધીધામ ક્યા અને કયા બુટલેગરને પહોંચાડવાનો હતો એ તમામ વિગતો મેળવવા એ દિશામાં તપાસ કરાશે તેવું પીઆઇ સુથારે જણાવ્યું હતું.

X
Gandhidham News - 28 lakhs including trucks two mobile and singh bag were captured 062015
Gandhidham News - 28 lakhs including trucks two mobile and singh bag were captured 062015
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી