તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વપિતૃ અમાસે ગૌશાળાને 20 હજારનુ દાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સર્વપિતૃ અમાસ નિમિત્તે જુદા જુદા દાતાઓ દ્વારા કામધેનું ગૌસેવા ટ્રસ્ટ, ગૌ સારવાર કેન્દ્રને ચારા પેટે અંદાજે 20 હજારથી વધુ રકમનું દાન જુદા જુદા દાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાં અમાસમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં કેટલાય દાતાઓ દ્વારા જુદી જુદી ગૌશાળાઓ સહિત અન્ય ભુખ્યા જનોને પણ પેટ ઠારવા માટે પ્રયત્ન કરવામાં આવે છે જેમાં દાતાઓ દ્વારા કોઇ પ્રસિદ્ધી મેળવવામાં આવતી નથી. મુંગી જેવા કરીને કેટલીક સંસ્થાઓ પોત પોતાનું કામ આગળ ધપાવી રહી છે. દાતાઓના કારણે જ સંકુલની કેટલીક સંસ્થાઓ ટકી રહી છે તેમ કહેવું વધારે પડતું નહીં ગણાય. સેવાકીય પ્રવૃતિ સંસ્થાઓ દ્વારા ચાલતી રહે તે જેને લીધે સમાજને નવી દિશા પણ મળતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...