• Home
  • Kutchh
  • Anjar
  • Anjar News 2 gautha39s death due to the collision of electric pole in anjar 060016

અંજારમાં વીજ થાંભલામાં કરંટથી 2 ગૌવંશના મોત

Anjar News - 2 gautha39s death due to the collision of electric pole in anjar 060016

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:00 AM IST
અંજારના મોણસી રાજા રોડ પર આવેલ પૂર્ણાં નર્સિંગ હોમ સામે આવેલ લોખંડના ઇલેક્ટ્રિક થાંભલામાં પીજીવીસીએલની ગંભીર બેદરકારીના પગલે વરસાદ પડતાં જ કરન્ટ પ્રસર્યો હતો. જેથી આ થાંભલાની પાસેથી પસાર થતા બે નંદીને લોખંડના થાંભલા માંથી શોર્ટ લાગતા તેમનું મૃત્યુ થયું હતું. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી હતી.

પીજીવીસીએલ દ્વારા શહેરમાં ઠેર ઠેર લોખંડના ઇલેક્ટ્રિક થાંભલાઓ નાખવામા આવ્યા છે. જેથી વરસાદ પડતાં જ તેમાં વાયર લીક હોવાના કારણે સમગ્ર થાંભલામાં કરન્ટ પ્રસરી જતો હોય છે. તેવી જ રીતે ગઈ કાલે અંજારમાં પડેલ વરસાદના કારણે મોણસી રાજા રોડ પર આવેલા આ લોખંડના થાંભલામાં વાયર લીક હોવાથી કરન્ટ પ્રસરી ગયો હતો.

જેથી થાંભલાની બાજુ માંથી પસાર થતા નંદીઓ આ લોખંડના ઇલેક્ટ્રિક થાંભલાના સંપર્કમાં આવતા તેમને કરન્ટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ તે બંને નંદીઓનું મૃત્યુ થયું હતું. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી અને લોખંડના થાંભલાઓના કારણે ભવિષ્યમાં માનવ જિંદગી પણ હોમાઈ શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી.

X
Anjar News - 2 gautha39s death due to the collision of electric pole in anjar 060016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી