તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં ખાનગી કંપનીની 1250 મહિલાઓએ મતદાનના શપથ લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણી-2019માં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત નોડલ ઓફિસર, માઇગ્રેટરી વર્કસ અને મદદનીશ શ્રમ આયુક્ત, ગાંધીધામના નેજા હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંજારના વરસામેડી ખાતે આવેલ વેલસ્પન કંપનીમાં કામ કરતી મહિલાઓને મતદાન અંગે જાગૃત કરવા માટે તથા તેમના હક્કો અંગે આ કાર્યક્રમમાં વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. મહિલાઓને મતદાન અંગે વિવિધ જાણકારીઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં કામ કરતી 1250 જેટલી મહિલાઓએ સામુહિક રીતે મતદાન કરવાના શપથ લીધા હતા. એટલું જ નહીં આ મહિલાઓએ ફક્ત પોતે જ નહીં પોતાના કુટુંબીજનો-પરિવારજનોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરશે તેવી કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત 23મી એપ્રિલે મતદાનના દિવસે સવેતન રજા અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. લોકશાહીના મહાપર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે તેમાં દેશના સૌ મતદાતાઓ સહભાગી થાય તે માટેના થયેલા આ પ્રયાસ માટે વિવિધ અધિકારીઓ હાજર રહીને જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...