તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ધમાનનગરના બે બંધ ઘરમાં 1.19 લાખની ચોરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામના ગળપાદર પાસે આવેલા વર્ધમાનનગરના બે બંધ મકાનને નિશાચરોએ નિશાન બનાવી રૂ.1,19,000 ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

વર્ધમાનનગરના મકાન નંબર 260માં રહેતા 33 વર્ષીય સંતોષ શિવચરણ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પીએસઓ કિશોરસીંહે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તે અને તેમના પત્ની ગળપાદરમાં આવેલા વર્ધમાનનગરના 260 નંબરના મકાનમાં રહે છે અને પોતે એકાઉટન્ટ તરીકે ખાનગી નોકરી કરે છે. તા.24/2ના 12 વાગ્યાથી થી તા.27/2 ના આઠ વાગ્યા દરમિયાન તેમની પત્ની ડિલીવરી માટે પીયર બનારસ ગઇ હોવાથી તેઓ તેમના રેલવે કોલોની ખાતે રહેતા માતા પિતા પાસે ગયા હતા તે દરમિયાન કોઇ તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી તેમના ઘરમાં કબાટમાં રાખેલા રૂ.84,000ના સોના ચાંદીના દાગીના તેમજ રૂ.15,000 રોકડ મળી કુલ રૂ.99,000 ની ચોરીને અંજામ આપ્યો હતો.

તો તેમની લાઇનમાં જ મકાન નંબર 240માં રહેતા ચમન ગોસ્વામીના ઘરમાંથી રૂ.20,000 ની કિંમતનું એલઇડી ટીવી ચોરી કરી ગયા હતા . એ-ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આઇપીસીની કલમ 454,457,380 હેઠળ ગુનો નોંધી પીએસઆઇ એલ.એલ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો