Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
11 હાઇવે હોટલોનો સફાયો, ચકાસણી બાદ અન્યનો વારો
અંજાર-ખેડોઈ હાઇવે પર આવેલી હોટલો પૈકીની 11 હોટલો કે જે સરકારી ટાવર્સ પૈકીની જમીનો પર ખડકી દેવામાં આવી હતી. જે સંદર્ભે ગઈ કાલે રેવેન્યુ ખાતાની ટીમ દ્વાર દબાણ વાળી હોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો. ત્યારે બાકી રહી ગયેલી હોટલો ખરેખર દબાણમાં છે કે નહીં તે તપાસી તેમના વિરુદ્ધ પર કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.
આ અંગે અંજાર મામલતદાર એ.બી. મંડોરીના જણાવ્યા મુજબ અંજાર-ખેડોઈ હાઇવે પર કુલ 45 હોટલો આવેલી છે. જે ડીઆઈએલઆર દ્વારા માપની કર્યા બાદ 45 પૈકીની 11 હોટલો સરકારી જમીનો પર ખફકી દેવાયેલી હોવાનું કહેવામાં આવતા 11 હોટલોનું દબાણ હટાવી દેવામાં આવ્યું હતું. બાકી રહી ગયેલી હોટલો ખરેખર સરકારી જમીન પર છે કે નહીં તે માપણી કરાયા બાદ માલુમ પડશે. જેથી ત્યારબાદ તે દબાણો પણ હટાવી દેવામાં આવશે. હાલે જે માલિકીની જમીનો પર હોટલ બનાવવામાં આવી છે તેમને મુદ્દત પણ આપવામાં આવી છે અને બિનખેતી કરવી હોટલના ધંધા અંગેનો પરવાનો મેળવી લેવા જણાવવામાં પણ આવ્યું છે. હાલ ડીઆઈએલઆરને જમીન માપણી કરવા માટે કહી દેવામાં આવ્યું છે. જેથી આવનારા સમયમાં જમીન માપણી થયા બાદ વધુ કાર્યવાહી કરાશે.