108 બહેનોએ રોગ નિદાન કેમ્પનો લાભ લીધો

Gandhidham News - 108 sisters took advantage of the disease diagnosis camp 063043

DivyaBhaskar News Network

Dec 15, 2019, 06:30 AM IST

મારવાડી યુવા મંચ અને મતિયાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા ભોજાય સર્વોદય ટ્રસ્ટ હોસ્પીટલના સહયોગથી આયોજીત 16માં નિઃશુલ્ક સ્ત્રી રોગ સેવાસ નિદાન કેમ્પનું આયોજન ગણેશનગર મહેશ્વરી સમાજ વાડી ખાતે કરાયું હતુ.

ગણેશનગર ખાતે આયોજીત આ કેમ્પમાં સ્ત્રીરોગના નિષ્ણાંત ડો. હસુમતીબેન છેડા, ડો. માધુરીબેન સંગોઈ, ડો.ધારાબેન સાવલાએ સેવા આપી હતી. કેમ્પમાં 108 બહેનોએ લાભ લીધો હતો, તો છ બહેનોને ઓપરેશનની જરુર લાગતા તેમને સર્વોદય હોસ્પીટલ ભોજાયમાં ઓપરેશન માટે રીફર કરાયા હતા. કેમ્પમાં ડો. ભરત અગ્રવાલ, ડો. કિશન આર. કટવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં પ્રમુખ જીતેંદ્ર જૈન, પારસ જોયા,શૈલેંદ્ર જૈન, પ્રશાંત અગ્રવાલ, કેવદારામ પટેલ, પારસ જોયા, મનિષ જૈન, ટ્રસ્ટના પ્રમુખ નારણભાઇ કોચરા, વેલજીભાઇ મહેશ્વરી, હીરાભાઇ ધુવા, નાગશી મહેશ્વરી, કાનજી સિંચ, રમેશ ધુવા, કિશોર આયડી તેમજ ભોજાય સર્વોદય ટ્રસ્ટના સ્ટાફ ગણ સહિતનાએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.

X
Gandhidham News - 108 sisters took advantage of the disease diagnosis camp 063043

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી