તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંદાલા ખાતે યોજાયેલા નિ:શુલ્ક કેમ્પમાં 107 દર્દી તપાસણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના ગુંદાલા મુકામે સેવાસપ્તાહ અંતર્ગત અદાણી હોસ્પિટલ તથા ગુંદાલા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં 107 દર્દીને ચકાસી સારવાર આપવામાં આવી હતી.

ગુંદાલા બસસ્ટેન્ડ નજીક આવેલી રામવાડીમાં આયોજીત કેમ્પ દરમ્યાન રક્તચાપ, મધુપ્રમેહ, થાઇરોઇડ, શરદી, ઉધરસ, તાવ, પેટનો દુ:ખાવો, બાળરોગ અને દંતરોગ ધરાવતા દર્દીઓને સ્થળ પર સારવાર આપી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ મધ્યે અદાણી હોસ્પિટલના રાજેશ શુક્લા, ત્રેયાંશ શુક્લા, પૂર્વીબા જાડેજાએ સેવાઓ આપી હતી તથા ગુંદાલા ગ્રામ પંચાયતના સરપંચ જયેશ આહીર સહયોગી રહ્યા હતા.

અદાણી હોસ્પિટલ-ગ્રા. પંચાયતનું સંયુક્ત અાયોજન
અન્ય સમાચારો પણ છે...