તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

27.75 લાખના મુદ્દામાલ સાથે 10 પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરના વોર્ડ-3માં આવેલા મૈત્રી બંગલાના 3/બી બંગલામાં ચાલી રહેલા આઇપીએલ સટ્ટાના મોટા રેકેટનો પુર્વ કચ્છ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કરી કોમ્યુનિકેશન કોન્ફરન્સ મશીન, રોકડ, વાહનો તેમજ મોબાઇલ અને લેપટોપ સહિત કુલ રૂ.27,75,000 ની કીંમતના મુદ્દામાલ સાથે 10 આરોપીઓને પકડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે ભુજ સાયબર સેલ તથા પુર્વ કચ્છ એસઓજીના પીઆઇ જે.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બોર્ડર રેન્જ આઇજી ડી.બી.વાઘેલાને બાતમી મળી હતી કે, આદિપુર ખાતે મૈત્રી બંગલો વિસ્તારમાં આવેલું બી/3 નંબરનું મકાન મોરબીના વાગપરાની શેરી ન઼બર 6 ખાતે રહેતો અબ્દુલ હમીદ ઉર્ફે સુમન આદમભાઇ ચાનિયાએ ભાડે રાખ્યું છે અને બહારથી બોલાવી આ મકાનમાં આઇપીઅેલ-2019ની રમાતી મેચો ઉપર સટ્ટો રમાડે છે, આ બાતમીના આધારે એસપી પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ટીમ બનાવી દરોડો પાડ્યો હતો જેમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમી રહેલા 10 આરોપીઓને 4 કોમ્યુનિકેશન કોન્ફરન્સ મશિનો, લેપટોપ, મોબાઇલ, રોકડ રકમ, એલઇડી ટીવી ચાર કાર સહિત કુલ રૂ.27,75,000 ના મુદ્દામાલ સાથે પકડી તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં એસઓજી પીઆઇ સાથે એલસીબીના પીએસઆઇ એમ.એસ.રાણા, એ.પી.જાડેજા, એસઓજી પીએસઆઇ એન.એન.રબારી, એલસીબી એએસઆઇ પ્રવિણ પલાસ, દેવરાજ આહીર, નરશી પઢિયાર, પુષ્પરાજસિંહ ગોહિલ,પ્રહલાદસિંહ ચુડાસમા, કોન્સટેબલ બલભદ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, એસઓજીના એએસઆઇ રમજુ, અજયસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

આ આરોપીઓ IPL મેચ ઉપર સટ્ટો રમતા પકડાયા
(1). અબ્દુલહમિદ ઉર્ફે સુમન આદમભાઇ ચાનિયા - મોરબી

(2). ભાવેશ જગદિશભાઇ પંડયા - રાજકોટ

(3). મહમ્મદહનિફ ઉર્ફે બબો ગુલામભાઇ ચાનિયા - મોરબી

(4). ઇસ્માઇલ નુરમામદ ચાનિયા - મોરબી

(5). સોકત અલારખા ચાનિયા - મોરબી

(6). રહિમ જુમાભાઇ ચાનિયા - રાજકોટ

(7). યુનુસ કાસમભાઇ સિંધી (મુસ્લીમ) મોરબી

(8). આસિફ તૈયબભાઇ આધમ મોરબી

(9). ફારૂક અબુભાઇ પોપટાણી(મેમણ) ભાવનગર

(10). મૌસીમ મહમ્મદભાઇ માંજોઠી - મોરબી

આ મુદ્દામાલ દરોડા દરમીયાન પોલીસે કબજે કર્યો
(1). મોબાઇલ ફોન નંગ-72 રૂ.2,49,500

(2). લેપટોપ નંગ-05 રૂ.1,05,000

(3). એલઇડલ ટીવી નંગ-03 રૂ. 44,000

(4). કોમ્યુનિકેશન કોન્ફરન્સ મશિન નંગ 04 રૂ. 95,000

(5). રોકડ રકમ રૂ. 54,200

(6). અન્ય સાધન સામગ્રી રૂ. 7,800

(7). ચાર વાહનો (કાર) રૂ. 22,20,000

અન્ય સમાચારો પણ છે...