બાદરગઢ પાસેથી શરાબની 5 બોટલ સાથે 1 જબ્બે, 1 ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના બાદરગઢ તરફ જતા રવેચી માતાના મંદિર પાછળ બાઇક મારફત શરાબની હેરાફેરી કરી રહેલા શખસને આડેસર પોલીસે રૂ.1,750 ની કીંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની પાંચ બોટલ સાથે પકડી લઇ બાઇક સહિત રૂ.26,750 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો, જો કે એક અન્ય આરોપી દરોડા સમયે હાજર મળ્યો ન હતો.

આ બાબતે પીએસઓ અશોકકુમાર જોષીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.9/5ના રાત્રે પેટ્રોલીંગ દરમિયાન બાદરગઢ તરફ રવેચી માતાજીના મંદિર પાછળ રાત્રીના 10.30 વાગ્યાના આરસામાં પેટ્રોલિંગ દરમીયાન આડેસર પોલીસે જીજે-12-ડીએચ-1435 નંબરની બાઇક પર શરાબની હેરાફેરી કરી રહેલા ગોવિંદપરના ગામી વાસમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે અચુભા સોઢાને રૂ.1,750 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 750 એમએલની 5 બોટલ સાથે પકડી લઇ તેના કબજામાંથી રૂ.25,000 ની કિંમતના બાઇક સહિત કુલ રૂ.26,750 નો મુદ્દામાલ કબજે કરી તેના તેમજ આ દરોડા દરમિયાન હાજર ન મળેલા પરબત ભરવાડ વિરૂધ્ધ એએસઆઇ હરપાલસિંહ જાડેજાએ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.વધુ તપાસ એએસઆઇ રાજેન્દ્રસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...