આડેસર ચેકપોસ્ટ પાસે ટ્રક-પોલીસ બસ વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4ના મોત, 35ને ઈજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છઃ રાપર તાલુકાની આડેસર ચેક પોસ્ટ પાસે પોલીસ બસ અને આઈશર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે.  જ્યારે 35થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

પોલીસ બસમાં હતા 14 પાકિસ્તાની માછીમાર

 

પોલીસ બસમાં 14 પાકિસ્તાની માછીમારો સવાર હતા. તેમને ભૂજ જેઆઈસીમાંથી વાઘા બોર્ડર લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે આ અકસ્માતમાં તમામ માછીમારો સુરક્ષિત છે. હાલ તમામને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે. તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરીને વાઘા બોર્ડર લઈ જવામાં આવશે.

 

ભચાઉના લોકો ભાભર બેસણામાં જઈ રહ્યા હતા

 

આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા એકઠાં થયા હતા, જ્યારે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી.  ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ ગામના રહેવાસી આઇશર ટ્રકમાં બેસીને ભાભરના સુથાર નેસડી ગામે બેસણામાં જઇ રહ્યા હતા

 

17ની હાલત ગંભીર

 

ઘટનાની વિગતે વાત કરીએ તો આઇશર ટ્રકમાં ભાભરના સુથાર નેસડી ગામના બેસણામાં જઇ રહ્યા હતા.  આ દરમિયાન શનિવારની રાત્રે બે વાગ્યાની આસપાસ કચ્છ જિલ્લાના રાપર તાલુકાની આડેસર ચેકપોસ્ટ પાસે આઇશર ટ્રક સાથે પોલીસ બસની ભયાનક ટક્કર થઇ હતી. આ ગમખ્વાર અકસ્માતના પગલે 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 17 લોકોની હાલત ગંભીર છે.

 

(FB પોસ્ટ લખી પાટણના યુવકની આત્મહત્યા, 'મહિલા ડોક્ટરે મને પ્રેમજાળમાં ફસાવી ક્યાંયનો ન છોડ્યો')

 

4થી વધુ 108 એમ્બ્યુલન્સની લેવાઇ મદદ

 

પોલીસ બસ અને આઇશર વચ્ચે થયેલા અકસ્માતના પગલે ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવા માટે 108ની 4થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ 5 લોકોને સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય તમામને સાંતલપુર- રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. મૃતકોનો આંકડો વધે તેવી આશંકા પણ સેવાઇ રહી છે.

 

ભચાઉથી ભાભર બેસણામાં જઇ રહી હતી આઈશર ટ્રક

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છના ભચાઉ ગામના રહેવાસી આઇશર ટ્રકમાં બેસીને ભાભરના સુથાર નેસડી ગામે બેસણામાં જઇ રહ્યા હતા. જેને આડેસર ચેક પોસ્ટ પાસે અકસ્માત નડ્યો હતો. 

 

આગળ જુઓ અકસ્માતના વધુ ફોટોઝ