આ ભાંગનો નહિ છે પ્રેમનો નશો, બ્લેડથી ચેકા મારી લખ્યું પ્રેમિકાનું નામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રેમી જાતે જ ઘાયલ થયો
સામાન્ય રીતે જોવા જઇએ તો મહાશિવરાત્રિના પાવન પર્વે ભોલેબાબાના 'આશિકો’ ભાંગના નશામાં હોય છે ત્યારે ગાંધીધામના ચાવલા ચોકમાં એક યુવક 'પ્રેમ’ના નશામાં ચકચૂર જોવા મળ્યો હતો. આ નશાએ તો વિજય નામના યુવાનને એવો તો ચકચૂર કરી દીધો હતો કે, પોતાની જાતે જ બ્લેડ વડે પોતાના હાથ પર ચેકા મારી લોહીથી પ્રેમીકા રેખાનું નામ લખ્યું હતું. જોકે લોકોએ ભાનભૂલેલા યુવકને બચાવવા ૧૦૮ એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી. પરંતુ પ્રેમમાં ઘવાયેલા વિજયે સારવારની પણ ધસીને ના પાડી દીધી અને રેખા આવવાની રાહ જોઇને ત્યાં જ બેઠો રહ્યો હતો.
પ્રેમના નશામાં જાતે જ ઘાયલ થયેલા પ્રેમીની વધુ તસવીર માટે ફોટો સ્લાઈડ કરો..