તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરામાં મહંમદ પયગમ્બરના બાલમુબારકનું સ્વાગત કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોતાના કામધંધા બંધ રાખી મુસ્લિમ બિરાદરો જુલૂસમાં જોડાયા

કેરામાં ઇસ્લામ ધર્મના આખરી નબી મહંમદ પયગમ્બરના બાલમુબારક લઇ આવતાં મુસ્લિમ સમુદાય તરફથી તેમનું જુલૂસ સાથે સ્વાગત કરાયું હતું. ઇસ્લામ ધર્મના અંતિમ નબી પયગમ્બર કબરમાં આરામ ફરમાવી રહ્યા છે, પણ તેમના બાલમુબારક આજે પણ દુનિયાના ખૂણે ખૂણામાં મોજુદ છે. તેમના આ બાલમાં એવો ચમત્કાર છે કે, દરેક બાલ વર્ષે-વર્ષે પોતાની રીતે વધતાં રહે છે. મોડાસાથી આવેલા આ બાલમુબારક કેરા આવ્યા હતા, હવે તે મોટા થશે ત્યારે અન્ય જગ્યાએ મોકલવામાં આવશે. પીરોના સરદાર 'પીરાનપીર દસ્તગીર અબ્દુલકાદીર જીલાની’ના બાલમુબારક પણ લાવવામાં આવ્યા છે.