લાખોંદની છાત્રા રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં તૃતીય સ્થાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શિક્ષણ મંત્રી સાથે ભગવતીની તસવીર)
- લાખોંદની છાત્રા રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં તૃતીય સ્થાને
- આસામ ખાતે યોજાયેલી સ્પર્ધામાં કચ્છની કુલ 3 છોકરીઓએ હિસ્સો લીધો હતો

ભુજ : ભુજના લાખોંદની ભગવતી રામજીભાઇ બરાડિયાએ અન્ડર-૧૭ રાષ્ટ્રીય કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઇ ૭૭ કિલો વજન ઉચકી દેશભરમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જેના માટે તેણીને બ્રોન્ઝ મેડલ એનાયત કરાયું છે.માધાપરની એમએસવી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ભગવતી સમયાંતરે વિવિધ રમતગમતમાં ભાગ લે છે. આસામમાં યોજાયેલી આ સ્પર્ધા માટે કચ્છમાંથી કુલ ૩ છાત્રએ ભાગ લીધો હતો, જેમાં ભગવતીએ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.
આ સિદ્ધિ બદલ હાલમાં જ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સન્માન કરી રોકડ ૧૦,૦૦૦ નો પુરસ્કાર પણ આપ્યો હતો. લાખોંદ જેવા ગામડામાંથી રાષ્ટ્રીય કક્ષાએ ચમકેલી પોતાની દીકરી અંગે ગૌરવ વ્યકત કરતા રામજીભાઇ બરાડિયાએ જણાવ્યું હતું કે, આ માત્ર ગામ જ નહીં પણ જિલ્લા માટે ગૌરવની વાત છે.