કચ્છ જ નહીં, રાજ્યમાં આહિ‌રોને ભાજપે ક્યારે અન્યાય નથી કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મગરના આંસુ સારે છે : વાસણભાઇનો પ્રતિઆક્ષેપ

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી આનંદીબેન પટેલના મંત્રીમંડળમાં અંજારના ધારાસભ્ય પાસેથી મંત્રીપદું લઇ લેવાતાં કચ્છના પૂર્વ કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકારે આહિ‌ર સમાજને અન્યાય કર્યો છે તેવું નિવેદન આપ્યું હતું, જેના પ્રત્યાઘાતમાં કચ્છ જ નહીં, સમગ્ર રાજ્યમાં ભાજપે કયારેય આ જ્ઞાતિને અન્યાય ન કર્યો હોવાનું ખુદ અંજારના ધારાસભ્યે જ જણાવ્યું છે.
રાજ્યની મોદી સરકારમાં કુટિર અને નમક ઉદ્યોગના રાજ્યમંત્રી રહી ચૂકેલા અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિ‌રે જણાવ્યું હતું કે, તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળવાથી આહિ‌ર સમાજને અન્યાય થવાનો કોઇ પ્રશ્ન ઊભો થતો જ નથી. કેમ કે, ખુદ પોતે વર્ષ ૦૭માં અને ૧૩માં રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી ચૂકયા છે.

આ ઉપરાંત હાલે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા વર્ષ પથી ૧૦ દરમિયાન આ હોદા પર આહિ‌રે જ સત્તાના સૂત્રો સંભાળ્યાં છે. હાલે જિ.પં.ની કારોબારીમાં આ સમાજના સાત સભ્ય છે. અંજાર અને ગાંધીધામ તાલુકા પંચાયત, અંજાર એપીએમસીના પ્રમુખો પણ આહિ‌ર જ છે. કચ્છ બહાર જામનગર, ભાવનગર, વડોદરા, પાટણ, રાધનપુર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, માળિયા, મોરબી સહિ‌તના ગામોની તાલુકા અને જિલ્લા પંચાયત તથા સુધરાઇમાં પ્રમુખ કે ઉપપ્રમુખ પદે આહિ‌રો જ સત્તામાં છે. આમ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વી.કે. હુંબલ તથ્યહિ‌ન નિવેદનો કરી મગરના આંસુ સારે છે તેવું વાસણભાઇ આહિ‌રે પાઠવેલી યાદીમાં જણાવ્યું હતું.