• Gujarati News
  • Vandhiya The Villagers Of No Confidence Resolution Passed Against Sarapanca

વાંઢિયાના ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ ઠરાવ પસાર કર્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ ના વાંઢિયા ગામના લોકો દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત સાથે વિશ્વાસ મત મેળવવાની સભાની કાર્યવાહીની નોંધ રજૂ કરી પંચાયતની ધારા મુજબ સરપંચ સામે કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.ગામમાં પંચાયતના બાકી સભ્યોને વિશ્વાસમાં લીધા વગર સરપંચ દ્વારા ગામના બધાં જ કામો કરાતાં હોવાથી પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, ત્યાર બાદ વાંઢિયાના સરપંચ રમેશ દેવજી સોઢા વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ પ જાન્યુ. એક મીટિંગમાં કરવામાં આવ્યો હતો. ૯ જાન્યુએ વિશ્વાસ મત માટે સભા કરાઈ, જેમાં ૧૦ મત અવિશ્વાસ ઠરાવની તરફેણમાં તેમજ સરપંચ સહિ‌તના વિરુદ્ધમાં ચાર મત થઈ ૨/૩ બહુમતીની અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. સભાની યાદીની લેખિત નોંધ તાલુકા વિકાસ અધિકારી ભચાઉ સમક્ષ રૂબરૂ રજૂ કરી સરપંચ વિરુદ્ધ પંચાયતના કાયદા મુજબ કાર્યવાહી કરવા માગ કરી હતી.