• Gujarati News
  • Union Home Minister On March 24 Will Be The State Border Areas

રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી ૨૪મી માર્ચે સરહદી વિસ્તારોમાં જશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરહદી જિલ્લા કચ્છની આગામી ૨૪મી માર્ચે કેન્દ્રના ગૃહમંત્રી મુલાકાતે આવી રહ્યા છે. જોકે, કેન્દ્રના આ ઉચ્ચ મિનિસ્ટરની વિઝિટમાં કેબિનેટકક્ષાના મંત્રી સુશીલકુમાર શિંદે હશે કે રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી આરપીએન સિંઘ અથવા મુલયપ્પા રામચંદ્રન રહેશે તે હજી નક્કી નથી. કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હોમ અર્ફેસના મંત્રીની આ સંભવિત મુલાકાતને પગલે સરહદી વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ૨૪મી માર્ચે હોમ મિનિસ્ટરની કચ્છની વિઝિટને આખરી ઓપ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. કચ્છ સાથે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ જોડાયેલી છે, ત્યારે કેન્દ્રના ગૃહમંત્રાલયના અંતર્ગત ર્બોડર મેનેજમેન્ટ નામનો પણ એક વિભાગ આવેલો છે. સંભવત: આ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી એ.કે. મંગોત્રા પણ કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત ટાણે તેમની સાથે રહે તેવી સંભાવના છે. ઉચ્ચકક્ષાની એક દિવસની આ મુલાકાત દરમિયાન તેઓ પરંપરાગત નારાયણ સરોવર, કોટેશ્વર ઉપરાંત લેન્ડ ર્બોડર તેમજ ક્રીક વિસ્તારની પણ મુલાકાત લે તેવી સંભાવના છે. તાજેતરમાં જ જ્યારે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો વણસ્યા છે, ત્યારે કેન્દ્રના આ ઉચ્ચ પદાધિકારીની મુલાકાત અંગે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે ચૂપકીદી સેવવામાં આવી રહી છે.